ચેકીંગ:એસઓજી સ્ટાફ દ્વારા હાઇવે પરની હોટલ - ધાબામાં ચેકીંગ હાથ ધરાયું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી ચાલુ રાખવા સૂચના આપી, ફિશિંગમાં જતી બોટનું ચેકીંગ હાથ ધર્યું

પોરબંદર જિલ્લામાં હાઇવે ઉપર આવેલ હોટલ ધાબાઓ ઉપર અસામાજીક તથા આવારા તત્વો આવી, ગેર કાયદેસર પ્રવૃતિઓ કરતા હોય, જે અંગે હાઇવે પરની હોટલ-ધાબાઓ ચેક કરવા એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલ અને સ્ટાફ દ્વારા હાઇવે પરની હોટલ-ધાબાઓ ચેક કરી હોટલ-ધાબાઓ ના સી.સી.ટી.વી કેમેરા ચાલુ રાખવા તેમજ અસામાજીક તથા આવારા તત્વોને હોટલ-ધાબા પર કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા જણાય તો જાણ કરવા સંચાલકોને સમજ કરવામા આવેલ.

આ ઉપરાંત એસઓજી દ્વારા સુભાષનગર જેટી વિસ્તાર તથા અસ્માવતી બંદર વિસ્તારમા આંતરીક સુરક્ષા અને હાલ ની પરીસ્થિતિ ને ધ્યાને રાખી ફિશીંગ કરવા જતી બોટોનું સઘન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. અને IMBL ક્રોસ નહિ કરવા સહિતની સૂચનાઓ આપી બોટોનું ચેકીંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...