પોરબંદર SOG દ્રારા સ્પેશ્યલ ડ્રાઇવ:જિલ્લામાં નશીલા પદાર્થોનો ઉપયોગ અટકાવવા મહત્વના સ્થળોએ નાર્કોટીક્સ સ્નીફર ડોગ દ્રારા ચેકીંગ ​​​​હાથ ધરાયું

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોલીસ મહાનિર્દશક, સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી સમગ્ર ગુજરાત રાજયમાં નશીલા પદાર્થોના થતા ઉપયોગને રોકવા NDPS એકટ 1985 હેઠળના કેસો કરવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે.

ચેકીંગ કામગીરી કરવા સુચના અપાઈ
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની દ્રારા અસરકારક કામગીરી કરવા તેમજ તાજેતરમાં વડોદરા તથા ભરૂચ જિલ્લામાં કેમીકલ ફેકટરીઓમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. તેમજ પોરબંદર, માંગરોળ, ગીરસોમનાથના દરિયા કિનારાના વિસ્તારમાંથી બીનવારસુ ડ્રગ્સનો જથ્થો મળી આવેલ હોય. જેથી પોરબંદર જિલ્લાના જીઆઈડીસી વિસ્તારના ચાલુ તથા બંધ હાલતના કારખાના, ગોડાઉન તેમજ દરિયા કિનારાના લેન્ડીંગ પોઇન્ટસ, જેટી તેમજ માછીમારી કરવા આવતી જતી ફીશીંગ બોટો, એસ.ટી.બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, તેમજ નાર્કોટીકસના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓના રહેણાંક મકાનોમાં અસરકાર ચેકીંગ કામગીરી કરવા સુચના કરવામાં આવેલ હતી.

નાર્કોટીક્સ સ્નીફર ડોગ દ્રારા કડક ચેકીંગ
જે અન્વયે એચ.સી.ગોહિલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી પોરબંદર દ્રારા એસ.ઓ.જી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી નાર્કોટીકસનો જથ્થો પકડી પાડવા માટે વડોદરા ખાતેથી નાર્કોટીક્સ સ્નીફર ડોગ તથા રાજકોટ ખાતેથી નાર્કોટીક્સ સ્નીફર ડોગ પોરબંદર ખાતે મંગાવેલ હતો. જે પોરબંદર બંદર વિસ્તાર, જેટી,માધવપુરથી મિયાણી સુધી દરીયા કિનારે આવેલ લેન્ડીંગ પોઇન્ટ તથા જીઆઈડીસીમાં આવેલ ચાલુ કારખાના તથા બંધ કારખાનાઓમાં તેમજ ભુતકાળના ડ્રગ્સ, નાર્કોટીક્સમાં પકડાયેલ આરોપીઓના રહેણાક મકાને નાર્કોટીક્સ ​​​​​​​ડ્રગ્સના જથ્થા અંગે ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ. આ ચેકીંગ કામગીરી દરમ્યાન કોઇ જગ્યાએથી ડ્રગ્સ કે નશીલા પદાર્થનો જથ્થો મળી આવેલ નથી. આમ પોરબંદર જિલ્લામાં નશીલા પદાર્થોનો ઉપયોગ થતો ​​​​​​​અટકાવવા પોરબંદર પોલીસ દ્રારા કડક ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...