જિલ્લા કલેક્ટરને રજુઆત:પોરબંદર શહેરમાં તહેવાર પૂર્વે મીઠાઈ ફરસાણની ગુણવતાની ચકાસણી કરો

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રક્ષાબંધન, જન્માષ્ટમીના તહેવાર નજીક છે ત્યારે મીઠાઇની લારીઓ અને ફરસાણના સ્ટોલ મૂકાશે
  • આરોગ્ય સામે ચેંડા થાય તે પહેલા કાર્યવાહી જરૂરી, જિલ્લા કલેક્ટરને રજુઆત

પોરબંદરમાં તહેવાર દરમ્યાન અનેક સ્થળે સસ્તી મીઠાઈ ફરસાણનું વેચાણ થાય છે. આરોગ્ય સામે ચેડા થાય તે પહેલા કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરાઈ છે. પોરબંદરમાં તહેવાર દરમ્યાન સસ્તી મીઠાઈની લારીઓ અને ફરસાણના સ્ટોલ લગાવવામાં આવે છે. લારીઓમા સસ્તી મીઠાઈ વેચવામાં આવે છે.

સરકારના નિયમ મુજબ મીઠાઈઓમા એક્સપાયર ડેઈટ લખવાનું ફરજિયાત છે. પરંતુ તહેવાર દરમ્યાન લારીની મીઠાઈઓમા એક્સપાયર ડેઈટ લખવામાં આવતી નથી. ઉલ્લેખનીય છેકે, પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વખતથી ફૂડ ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરવામાં આવતા ચેકીંગ કામગીરી પાલિકા તંત્ર દ્વારા થતી નથી.

હાલ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કામગીરી કરવાની હોય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી ના તહેવાર નજીક છે ત્યારે શહેરમા ઠેરઠેર સસ્તી મીઠાઈની લારીઓ અને ફરસાણના સ્ટોલ મુકવામાં આવશે. મીઠાઈમા એક્સપાયરી ડેઈટ તથા સ્વરછતા અંગે ધારકોને માહિતગાર કરવામાં આવે તેમજ શહેરીજનોના આરોગ્ય સાથે ચેંડા ન થાય તે પ્રકારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે તેમજ તહેવાર દરમ્યાન મીઠાઈની લારીઓ અને ફરસાણના સ્ટોલો ખાતે ખાદ્ય વાનગીઓની ગુણવતાની ચકાસણી કરી કાર્યવાહી કરવામાં આવે અને તહેવાર પૂર્વે જ મીઠાઈ ફરસાણના ધારકોને ગુણવતા સભર ખાદ્ય પદાર્થોના વેચાણ અંગે માહિતગાર કરવામાં આવે તેવી સામાજિક કાર્યકરે પોરબંદરના જિલ્લા કલેકટરને રજુઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...