ટ્રેનનો પરિવર્તિત સમય:પોરબંદર-મુંબઈ ટ્રેનમાં ચાલતાં પિટ લાઇનના કામને કારણે ફેરફાર; રેલવે વેબસાઇટ પર રૂટ જાહેર કરાયો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19016) તા. 19.11.2022થી પરિવર્તિત સમય સાથે પોરબંદરથી દાદર સ્ટેશન સુધી દોડશે. આ જ રીતે મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19015) તા. 21.11.2022 થી આગામી આદેશો સુધી દાદર સ્ટેશનથી પોરબંદર સ્ટેશન સુધી ચાલશે.

સ્ટેશન પર પિટ લાઇનનું કામકાજ
પશ્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનલ સ્ટેશન પર પિટ લાઇનના કામને કારણે ભાવનગર રેલવે ડિવિઝનની પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19016) તા. 19.11.2022થી પરિવર્તિત સમય સાથે પોરબંદરથી દાદર સ્ટેશન સુધી દોડશે અને આગામી આદેશો સુધી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર જશે નહીં. આ જ રીતે મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19015) તા. 21.11.2022 થી આગામી આદેશો સુધી દાદર સ્ટેશનથી પોરબંદર સ્ટેશન સુધી ચાલશે. મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર સ્ટેશનથી ઉપડશે.

વડોદરા-દાદર વચ્ચેનો સમય યથાવત
ટ્રેન નંબર 19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તા. 19.11.2022 થી દરરોજ 22.40 કલાકે પોરબંદરથી ઉપડશે અને બીજા દિવસે 19.05 કલાકે દાદર સ્ટેશન પહોંચશે. પોરબંદરથી વાસદ જંકશન સ્ટેશન સુધી ટ્રેનના આગમન અને ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડોદરા અને દાદર વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તા. 21.11.2022 થી દરરોજ 09.30 કલાકે દાદર સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે પોરબંદર પહોંચશે. આ સિવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રેલ્વેની સાઈટ પરથી રુટ જાણી શકાશે
આ ટ્રેનોના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચરને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...