આયોજન:સાંદિપની વિદ્યાનિકેતન ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના શિક્ષણમંત્રીની ઉપસ્થિતીમાં એર્વોડ અર્પણ સમારોહ યોજાયો

પોરબંદરમાં સાંદિપની વિદ્યાનિકેત ખાતે આજે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને રાજ્યના શિક્ષણમંત્રીની ઉપસ્થિતીમાં એર્વોડ અર્પણ સમારોહ યોજાયો હતો. પોરબંદરમાં આજે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે અત્રેના સાંદિપની વિદ્યાનિકેત ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની ખાસ ઉપસ્થિતમાં એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં શ્રેષ્ઠ ગુરૂગૌરવ એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાત રાજ્યના 34 શિક્ષકોનું ભાવ પૂજન કરવામાં આવેલ હતુ અને આ સમારોહના મુખ્ય અતિથી એવા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની ખાસ ઉપસ્થિતી વચ્ચે એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ તકે પોરબંદરના શિક્ષિકા જ્યોતિબેન થાનકીને લાઇફ-ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અર્પલ કરવામાં આવ્યો હતો, તેમજ વલસાડના ખડકી આશ્રમશાળાના શિક્ષિકા સુજાતાબેન શાહને શ્રેષ્ઠ ગુરૂગૌરવ એવોર્ડ અર્પણ કરાયો હતો. તદ્ ઉપરાંત ભાવનગરની દંગાપરા પ્રાથમિક શાળાને ઉતમ વિદ્યામંદિર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે ગુજરાતના સુપ્રસિધ્ધ સાહિત્યકાર સાંઇરામ દવેએ પોતાની આગવી શૈલીમાં શિક્ષણ અને શિક્ષકના મહત્વને સમજાવતું પ્રવચન આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...