તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષોનું વાવેતર કરવા આહવાન:જિલ્લામાં વૃક્ષ વાવી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 વૃક્ષ વાવીએ પણ તે 1 ઓકિસજન પ્લાન્ટ લગાવ્યા સમાન છે : કથાકાર રમેશભાઈ ઓઝા
  • પોરબંદર જિલ્લાનાં રાણાવાવ, કુતિયાણા, માધવપુર, ભાવપરા, બરડા પંથકમાં પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરાયું

"આપણે સૌ દરેક જણ ઓકિસજન પ્લાન્ટ ન લગાવી શકીએ પણ 1 વૃક્ષ્ વાવીએ પણ તે 1 ઓકિસજન પ્લાન્ટ લગાવ્યા સમાન છે.' તેવું આજે વિશ્વ પર્યાવરણ દિવસે કથાકાર રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું તેમજ તેમણે પોરબંદરના સાંદિપની વિદ્યાનીકેતનમાં વૃક્ષનું વાવેતર કર્યુ હતું તેમજ પોતાના સંદેશમાં લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા આહવાન કર્યુ હતું.વિશ્વ પર્યાવરણ દિવસે રમેશભાઈ ઓઝાએ પોતાના ઉપદેશમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે માણસ પોતાના સંતાનના દ્વારા પોતાની પરંપરા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અને આપણા શાસ્રમાં જણાવ્યા અનુસાર પુત્ર જન્મ થાય ત્યારે પીતૃઓના ઋણમાંથી મુકિત મળે છે.

પણ એ પુત્ર સંસ્કારી અને સુરક્ષીત થશે તે માટેની કાળજી દરેક મા-બાપ રાખે છે પરંતુ છતાંય એવું બનતું નથી તે પણ હકીકત છે. પણ માણસ જયારે 1 ઝાડ વાવે ત્યારે એ ઝાડ રુપી સંતાનની કાળજી રાખીને ઉછેરીએ તો તે સજ્જન જ છે તેની આપણે ખાત્રી આપી શકીએ છીએ અને તેવું સંતાન આપણે સમાજને આપીને જઇએ છીએ. જે પોતાના આખા જીવન દરમિયાન પરમાર્થ કરે છે.

એટલે જેટલા ઝાડવા માણસ આપીને જાય એટલું વધુ સારું છે. સંતાન પેદા કરવામાં કદાચ હજી ફેમીલી પ્લાનીંગની વિચારસરણી મહત્વ રાખતી હશે પરંતુ વૃક્ષ ‌રુપી સંતાન સમાજને આપવામાં કોઇ જ ફેમીલી પ્લાનીંગની વિચારસરણી આડે આવતી નથી. વૃક્ષો બે આપીને જઇએ કે વીસ આપીને જઇએ કે પછી બસો આપીને જઇએ જેટલા આપીએ તેટલા ઓછા છે.

તાલુકા પંચાયતમાં વૃક્ષારોપણ કરાયું
વિશ્વ પર્યાવરણ દિન નીમીતે પોરબંદર તાલુકા પંચાયતના પટાંગણમાં પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, તાલુકા વિકાસ અધિકારી તેમજ કારોબારી અધ્યક્ષ કેશુભાઇ ઓડેદરા અને સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.

માધવપુરના પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરાયું
વિશ્વ પર્યાવરણ દિન નીમીતે પોરબંદર જિલ્લામાં વૃક્ષારોપણ કરાયું હતું. ત્યારે માધવપુરના PSI એચ. બી. ધાધલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ વૃક્ષારોપણ કર્યુ હતું. જે કાર્યક્રમમાં સરપંચ રામભાઇ કરગઠીયા, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ કાળુભાઇ ભુવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગોઢાણિયા કોલેજમાં વૃક્ષારોપણ કરાયું
પોરબંદરની ડો. વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજના પરિસરમાં પ્રમુખ ડો. વીરમભાઇ ગોઢાણિયાના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે વૃક્ષોનો અનેરો મહિમા છે અને મેઘરાજાની મહેર આ વૃક્ષોને આભારી છે. વૃક્ષ ઓકિસજનનો મુખ્ય સ્ત્રોત છે. પ્રત્યેક વ્યકિતએ એક છોડ વાવવાનો સંકલ્પ લેવો જોઇએ.

108 અને 181 દ્વારા વૃક્ષારોપણ કરાયું
આજ રોજ 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પોરબંદર જિલ્લામાં કાર્યરત 108, કરૂણા એનિમલ હેલ્પલાઇન, 181 મહિલા હેલ્પલાઇન તેમજ ખિલખિલાટની ટીમ દ્વારા તમામ લોકેશન પર વૃક્ષારોપણ કરવામાં આયું હતું. આ વૃક્ષારોપણ નો હેતુ જન જાગૃતિ તેમજ પર્યાવરણના હિત માં રાખીનેં કરવામાં આયુ હતું.

કોરોના વોરિયર્સ દ્વારા વૃક્ષારોપણ કરાયું
જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક-સામુહિક આરોગ્ય કેન્દ્રો, કોવિડ કેર સેન્ટર્સ, પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોએ કોરોના વોરીયર્સના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતું. સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ, ડોકટર્સ, કલેકટર સહિતના અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...