તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વૃક્ષારોપણ, ચકલીઘર, કીડિયારૂં જેવા કાર્યો કરીને જન્મ કે લગ્ન તિથીની કરાય છે ઉજવણી

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા પર્યાવરણ-જતનના પ્રેરણાદાયી કાર્યો

પોરબંદરની બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સભ્યો દ્વારા સતત પર્યાવરણ-જતનના કાર્યો કરવામાં આવી રહ્યા છે. કોઇના જન્મ-દિન કે લગ્નની તિથીના દિવસની ઉજવણી પ્રકૃતિ-જતનના કાર્યો કરીને કરવામાં આવે છે.પોરબંદરના બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઇ રૂઘાણીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, અમારી આ પ્રકૃતિનું જતન કરતી બર્ડ કન્ઝર્વેશન સોસાયટી મારફત શહેર અને જીલ્લાના વિવિધ સ્થળો પર પર્યાવરણ-જતનના કાર્યો કરવામાં આવી રહ્યા છે.

આજના ગ્લોબલ-વોર્મિંગના યુગમાં આ સંસ્થા દ્વારા નાના અમથા પણ પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્વના સાબિત થાય તેવા પ્રકૃતિજન્ય કાર્યો કરવામાં આવી રહ્યા છે અને આપણી આસપાસના પર્યાવરણનું જતન કરીને ખૂબ જ પ્રેરણાદાયી કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ સંસ્થાની પરંપરા મુજબ આ સંસ્થાના દરેક સભ્યના જન્મ-દિવસ તેમજ લગ્ન-તિથીના દિવસની ઉજવણી, આવા પર્યાવરણ-જતનના કાર્યો કરીને કરવામાં આવી રહી છે.

જેમાં હાલમાં જ વિજયભાઇ બામણીયાના સુપુત્ર દર્શની જન્મ-તિથીના દિવસે સંસ્થા દ્વારા વૃક્ષારોપણ, ચકલીઘરનું વિતરણ, પક્ષીઓને ચણ, ગાયોને ઘાસચારો તથા કીડીયારૂં પૂરવા જેવા અતિ મહત્વના એવા પર્યાવરણીય કાર્યો કરીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમ પોરબંદરની આ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા પ્રકૃતિ-જતનના કાર્યો કરીને આપણી આસપાસના પર્યાવરણને જાળવવાના ખૂબ જ મહત્વના એવા પ્રેરણાદાયી કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો