તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:45માં રાઇઝિંગ ડેની ઉજવણી

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2025 સુધીમાં 200 સરફેસ પ્લેટફોર્મ અને 80 એરક્રાફ્ટ ધરાવતું દળ બનવાનું લક્ષ્ય
  • ICGએ અત્યાર સુધીમાં પોતાની ઇન્વેન્ટરીમાં 156 જહાજ અને 62 વિમાન સાથે પ્રચંડ દળ તરીકે વિકાસ કર્યો
  • ગત વર્ષે 40,000 માછીમારોને બચાવ્યા હતા

ભારત તટરક્ષક દળ દ્વારા 01 ફેબ્રુઆરી 2021ના રોજ ‘45મા રાઇઝિંગ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. 1978માં માત્ર 07 સરફેસ પ્લેટફોર્મ સાથે શિષ્ટપૂર્ણ શરૂઆત કરનારા ICGએ અત્યાર સુધીમાં પોતાની ઇન્વેન્ટરીમાં 156 જહાજ અને 62 વિમાન સાથે એક પ્રચંડ દળ તરીકે વિકાસ કર્યો છે અને 2025 સુધીમાં તે 200 સરફેસ પ્લેટફોર્મ અને 80 એરક્રાફ્ટ ધરાવતું દળ બનવાનું લક્ષ્ય ધરાવે છે. દુનિયામાં ચોથા ક્રમના સૌથી મોટા તટરક્ષક દળ તરીકે ભારતના સમુદ્રી ક્ષેત્રમાં નિયમનોનો અમલ કરવામાં ખૂબ જ નોંધનીય ભૂમિકા નિભાવી છે.

“વયમ રક્ષામ:” એટલે કે “અમે સુરક્ષા આપીએ છીએ”ના મુદ્રાલેખ સાથે, આ સેવાદળે 1977માં તેના પ્રારંભથી આજદિન સુધીમાં 10,000થી વધુ લોકોના જીવ બચાવવાનો અને 14,000થી વધારે ઘુસણખોરોને ઝડપી લેવાનો શ્રેય પ્રાપ્ત કર્યો છે. ‘કોવિડ-19’ મહામારીમાં ભારતીય તટરક્ષક દળે વિશેષ આર્થિક ઝોનમાં પોતાના 50 જહાજ અને 12 વિમાનોની મદદથી દરરોજ 24X7 ધોરણે ચુસ્ત દેખરેખની કામગીરી જાળવી રાખી હતી.

પ્રધાનમંત્રીની દૂરંદેશી ‘SAGAR – તમામ પ્રદેશોમાં સુરક્ષા અને વિકાસ’ને અનુરૂપ, ભારતીય તટરક્ષક દળે શ્રીલંકાના કાંઠા વિસ્તારથી દૂર અંદાજે 3 લાખ મેટ્રિક ટનના ક્રૂડ ઓઇલ સાથેના 300 મીટર લાંબા અત્યંત મોટા ક્રૂડ વાહક જહાજ ‘ન્યૂ ડાયમંડ’ પર લાગેલી આગને બુઝાવીને અને આ પ્રકારે મોટી ઇકોલોજિકલ આપદા ટાળીને સમુદ્રી ઇતિહાસ રચ્યો છે. ICGએ વ્યાપારી જહાજ ‘વાકાશીહો’ના ગ્રાઉન્ડિંગ દરમિયાન તેને પ્રદૂષણ પ્રતિભાવ મદદ પણ આપી છે

અને 30 ટન પ્રદૂષણ પ્રતિભાવ ઉપકરણો આપ્યા છે તેમજ તાલીમ પૂરી પાડી છે. ICG દ્વારા એકબીજા રાષ્ટ્રોમાં સમુદ્રી ગુનાખોરીને ડામી દેવા અને હિન્દ મહાસાગર પ્રદેશમાં અને પોતાના જવાબદારીના ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષામાં વધારો કરવા માટે સમુદ્રકાંઠો ધરાવતા દેશો સાથે સહયોગથી કામગીરી કરવામાં આવી રહી છે.ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણમંત્રીએ ભારતીય તયરક્ષક દળને દેશની ઉત્તમ સેવા માટે આપેલા 44 કિર્તીપૂર્ણ વર્ષના સમાપન પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.

ગત વર્ષમાં 11 ચક્રાવાતો દરમિયાન 40,000 માછીમારોને બચાવીને સલામત રીતે બંદરો પર પહોંચાડવામાં આવ્યા છે.

1500 કરોડથી વધુ કિંમતનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો
સમુદ્રમાં આ સેવા દ્વારા સંકલિત વાયુ દેખરેખના કારણે 2020માં ભારતીય EEZમાં રૂપિયા 1500 કરોડથી વધુ કિંમતનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા 80 ઘુસણખોરોને તેમની 10 વિદેશી માછીમારી હોડીઓ સાથે ધરપકડ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો