હથિયાર બંધી:23 નવેમ્બરથી 21 ડિસેમ્બર સુધી હથિયાર બંધી ફરમાવાઇ

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર નામું બહાર પાડયું

પોરબંદર જિલ્લામાં લોકોની સલામતી જળવાઈ રહે અને અસામાજિક તત્વો દ્વારા ગુનાહિત કૃત્યોમાં હથિયારો, ચપ્પુ, લાઠી, દંડા, પાઇપ જેવા સાધનોનો ઉપયોગ ન થાય અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થાય તે હેતુથી અને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ અધિનિયમની કલમ અન્વયે હથિયાર બંધીનું જાહેરનામું બહાર પાડવા પોલીસ વિભાગ તરફથી દરખાસ્ત આવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.કે.જોષીએ તા.23 નવેમ્બરથી તા.21 ડિસેમ્બર સુધી હથિયાર બંધીનું જાહેર નામું બહાર પાડયું છે.

જેમાં શારીરિક ઇજા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામું કોઈ વ્યક્તિ કે જેના ઉપરી અધિકારી હોય તેણે અથવા કોઈ જવાનુ ફરજમાં આવતું હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં જાહેનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ મુજબ એક વર્ષ સુધીની શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...