તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:રાણાવાવ તાલુકાની સરકારી સીમ શાળામાં CCTV કેમેરા ફીટ કરાયા

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરી, ભાંગફોડ જેવા બનાવો તેમજ છાત્રોની દેખભાળ ઉપર નજર રાખી શકાશે

પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાની એક સરકારી સીમ શાળામાં સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે, જેના વડે હવે શાળા આસપાસ ચોરી-ભાંગફોડના બનાવો તેમજ શાળાના વિદ્યાર્થીઓની દેખભાળ ઉપર પણ સારી રીતે નજર રાખી શકાશે.

પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામની સરકારી શાળામાં હમણ થોડા સમય પહેલા જ ચોરી થવાનો બનાવ બન્યો હતો, તેવી જ રીતે રાણાવાવ તાલુકાની ભોરાસર સીમ શાળામાં પણ થોડા દિવસો પહેલા ચોરીનો પ્રયાસ અને શાળા સંકુલમાં ભાંગફોડ કરવાનો બનાવ બન્યો હતો. આમ તાલુકાની સરકારી શાળાઓમાં વધતા ચોરી-ભાંગફોડના બનાવોને ધ્યાને રાખીને ભોરાસર સીમ શાળાના આચાર્ય લાખાભાઇ સુંડાવદરાએ પોતાની શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમીટીની બેઠક બોલાવી હતી અને શાળાને સીસીટીવી કેમેરાથી અધતન કરવાનો ઠરાવ પસાર કરી, આ બાબતે એસએમસી કમીટીની મંજુરી મેળવી હતી અને ભોરાસર સીમ શાળાને સીસીટીવી કેમેરાથી અધતન કરવામાં આવી હતી.

આ સીસીટીવી કેમેરા ફીટ કરવાથી હવે રાત્રીના સમયે અને રજાના દિવસો દરમ્યાન શાળાની આસપાસ ચોરી/ભાંગફોડ જેવી પ્રવૃતિઓ ઉપર નજર રાખી શકાશે. આ ઉપરાંત CCTV-કેમેરા મારફત હવેથી શાળાના વિદ્યાર્થીઓની દેખભાળ પણ સારી રીતે કરી શકાશે, જેમાં રીસેસ સમય દરમ્યાન અને ફ્રી સમયે વિદ્યાર્થીઓ કેવી કેવી પ્રવૃતિઓ કરે છે તેના ઉપર નજર રાખી શકાશે. આમ ભોરાસર સીમ શાળા ખાતે સીસીટીવી-કેમેરા ફીટ કરવામાં આવતા શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો