બેદરકાર તંત્ર:પોરબંદર રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા બંધ, ATVM મશીન પણ શરૂ કરાયું નથી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીરતા દાખવી તાકીદે સીસીટીવી કેમેરા શરૂ કરવા અનિવાર્ય

રેલવે સ્ટેશન ખાતેના તમામ સીસીટીવી કેમેરા હજુપણ બંધ હાલતમાં છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર બની તાકીદે સીસીટીવી કેમેરા શરૂ કરવા અનિવાર્ય બન્યા છે. ATVM મશીન પણ શરૂ કરાયું નથી. પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે ભૂતકાળમાં 14 જેટલા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું હતું. પરંતુ આ તમામ સીસીટીવી કેમેરા હાલ બંધ છે. લાંબા સમયથી આ સીસીટીવી કેમેરા બંધ છે. પોરબંદર શહેર એ સંવેદનશીલ શહેર ગણવામાં આવે છે. આ રેલવે સ્ટેશનથી લાંબા અંતરની તથા લોકલ ટ્રેનો ચાલુ છે.

બહોળી સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે. ત્યારે પોરબંદર રેલવે સ્ટેશનના અંદર અને બહારના સીસીટીવી કેમેરા બંધ છે. સીસીટીવી કેમેરાથીની મદદથી અનેક ગુન્હાનો ભેદ ઉકેલી શકાય છે. જેથી આ બંધ પડેલ સીસીટીવી કેમેરા અંગે ગંભીરતા દાખવી કેમેરા શરૂ કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે. આ ઉપરાંત યાત્રિકોની સુવિધા માટે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે ATVM મશીન મુકવામાં આવ્યું છે પરંતુ હજુસુધી શરૂ કરવામાં આવ્યું નથી.

આ મશીન શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. આ મશીન શરૂ કરવામાં આવે તો ટ્રેનની જનરલ ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટ કાઢી શકશે.આ ઉપરાંત રેલવેનો પાસ, તેમજ ટ્રેનની ઉપલબ્ધતા પણ આ મશીન પરથી જાણી શકાશે. રેલવે સ્ટેશન પર યાત્રિકોને પ્લેટફોર્મ ટીકીટ કે જનરલ ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું ન પડે જેથી આ ATVM મશીન વહેલી તકે શરૂ કરી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...