તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સિવીલ હોસ્પિટલમાં કેટરીંગ ટેન્ડરનું ફરી ઈ ટેન્ડરીંગ થશે

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે આખરે ટેન્ડરીંગનો વિવાદ શમ્યો

પોરબંદરની સરકારી સિવીલ ખાતે ટેન્ડર પ્રક્રિયા ને લઈને વિવાદ થયો હતો જેથી હાલ પૂરતું કેટરિંગ ટેન્ડર 3 માસ પૂરતું મંજુર થયું છે અને આવનારા દિવસોમાં કેટરિંગ ટેન્ડરનું ફરીથી ઈ ટેન્ડરિંગ કરવામાં આવશે.પોરબંદરની સિવીલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં કેટરિંગ, એમ્બ્યુલન્સ સહિત વાહનો અને સ્ટેશનરી અંગેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને ટેન્ડર ખુલતા મોટો વિવાદ સર્જાયો હતો. ટેન્ડર ધારકોને બોલાવ્યા બાદ દરેક ટેન્ડરની રકમ બોલાઈ ન હતી અને સમય ન હોવાથી આ ટેન્ડરના દરેકના ભાવો જાહેરમાં બોલાયા ન હતા. ટેકનિકલી મુદ્દો એ પણ હતો કે રૂ. 10 લાખથી વધુનું ટેન્ડર હોય તો તેને ઇ ટેન્ડરિંગ કરવાનું થાય છે પરંતુ સિવિલ સતાધીશોએ ઇ ટેન્ડર ને બદલે ન્યુઝ પેપરમાં જાહેરાત આપી મેન્યુઅલ ટેન્ડર બહાર પાડ્યું હતું.

જેમાં કેટરિંગના ટેન્ડરનો ભાવ રૂ. 10 લાખ કરતા વધુ થયો હતો જેથી રિટેન્ડરિંગ થવાની માંગ ઉઠી હતી અને ટેન્ડરમાં ગેરરીતિ થયાના આક્ષેપો થયા હતા. હાલ કોરોના મહામારી વચ્ચે 3 માસ માટે એક કંપનીનું ટેન્ડર મંજુર થયું છે અને સતાધીશોએ ફરીથી ઈ ટેન્ડરિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી આગામી સમયમાં ઈ ટેન્ડરિંગ કરવામાં આવશે તેવું સિવિલ સર્જન અલ્કાબેન કોટકે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...