કેરીની આવક ઘટી:પોરબંદરમાં ગત વર્ષ કરતા કેરીના 12 હજાર બોક્સ ઓછાં આવ્યાં, આવક નહીવત્ હોવાથી ભાવ વધુ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 15000 બોક્સની સરખામણીમાં ચાલુ વર્ષે કેરીના માત્ર 2600 બોક્સની આવક

પોરબંદરમાં ભર ઉનાળે પણ કેરીની આવક ઓછી રહેતા કેરીની રાહ જોઇને બેઠેલા કેરીના સ્વાદનો શોખીનો નિરાશ થયા છે તો બીજી તરફ ઓછી આવકના લીધે કેરીના ભાવ પણ ભારે ગરમી જોવા મળી રહી છે. ગત વર્ષે 15000 બોક્સની સરખામણીમાં ચાલુ વર્ષે માત્ર 2600 કેરીના બોક્સની આવક થઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક 1500 અને ગીરની કેસર કેરીના 1000 બોક્સની આવક થાય છે.પોરબંદરમાં ચાલુ વર્ષે કેરીની આવક ઓછી માત્રામાં થઈ રહી છે.

ગયા વર્ષની વાત કરીએ તો આ સીઝન દરમિયાન 15000 જેટલા કેરીના બોક્સની આવક થઇ રહી હતી. જેમાં તાલાલા ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવક પુષ્કળ પ્રમાણમાં થતી હતી. પરંતુ ચાલુ વર્ષે તાલાલા ગીરની કેસર કેરીની આવક ખૂબ જ ઘટી છે. અને માત્ર 1000 બોક્સની આસપાસ કેરીની આવક થઈ રહી છે, ત્યારે પોરબંદર જીલ્લાના ગ્રામ્ય પંથકમાં ખાસ કરીને બરડા ડુંગરની આસપાસ આવેલ ગ્રામ્ય પંથકમાંથી કેરીની આવક થાય છે.

ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડ ખાતે સ્થાનિક કેરીની આવક થઈ રહી છે. જેમાં ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 15000 બોક્સની આવક થતી હતી, પરંતુ ચાલુ વર્ષે માત્ર 2600 જેટલા જ કેરીના બોક્સની આવક થઈ રહી છે. આમ અગાઉના વર્ષની સરખામણીમાં બાર હજાર જેટલા બોક્સની આવકનો ઘટાડો છે, અને કેરીની આવક નહીવત થતાં ભાવ પણ વધુ છે.

પોરબંદરના ગ્રામ્ય પંથક અને તાલાલાની કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ
પોરબંદરના ગ્રામ્ય પંથકમાંથી માર્કેટિંગ યાર્ડ ખાતે સ્થાનિક કેરીની આવક થઈ રહી છે, ત્યારે સ્થાનિક કેરીના 10 કિલો બોક્સના 1050 અને તાલાળા ગીરની પ્રખ્યાત કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ 500 થી 700 રૂપિયા છે. આમ ચાલુ વર્ષે તાલાલા ગીરની કેસર કેરી કવોલીટીમાં નબળી હોવાથી ઓછા ભાવ હોવાનું જણાવવામાં આવ્યુ હતું.

સ્થાનિક, ગ્રામ્ય પંથકમાંથી કેરીની થાય છે આવક
પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે સ્થાનિક કેરીની આવક વધુ માત્રામાં થઈ રહી છે, ત્યારે ખાસ કરીને બરડા ડુંગર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આંબાના બગીચા છે. જેમાં ખંભાળા, હનુમાનગઢ, તરસાઈ, કાટવાણા, આદિત્યાણા સહિતના ગ્રામ્ય પંથકમાં આંબાના બગીચા છે. અને ત્યાંથી કેરીની આવક થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...