તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:પોરબંદર જિલ્લામાં ઉમેદવારો ચૂંટણીના મેદાને

પોરબંદર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિ અંગે સાયકલ રેલી યોજી : કુતિયાણા તાલુકામાંથી એક પણ ફોર્મ ન ભરાયું

પોરબંદર જિલ્લામાં ચૂંટણી બેઠક માટે ઉમેદવારી નોંધાવવાની શરૂ થઈ છે ત્યારે બીજે દિવસે રાણાવાવ તાલુકા પંચાયત બેઠક માટે 4 ફોર્મ અને જિલ્લા પંચાયત બેઠક માટે 1 ફોર્મ ભરાયું છે જ્યારે ત્રીજા દિવસે જિલ્લા પંચાયત અને પોરબંદર તાલુકા પંચાયત બેઠક માટે કુલ 2 ફોર્મ ભરાયા છે. 100થી વધુ ફોર્મ ઉપડ્યા છે.પોરબંદર પાલિકાની 52 બેઠક, તાલુકા પંચાયત પોરબંદરની 22 બેઠક અને રાણાવાવ તા. પં. ની 16 બેઠક, કુતિયાણા તા.પં. ની 16 બેઠક અને જિલ્લા પંચાયતની 18 બેઠક માટેની ચૂંટણી તા. 28 મી ફેબ્રુઆરી એ યોજાનાર છે ત્યારે આ બેઠકો પર ઉમેદવારી પત્રક ભરવાની તા. 8 ના રોજથી શરૂઆત થઈ ગઈ છે.

તા. 8ના રોજ પોરબંદર તાલુકા પંચાયત બેઠક માટે 3 ફોર્મ અને જિલ્લા પંચાયત બેઠક માટે 1 ફોર્મ ભરાયું હતું અને કુલ 195 જેટલા ફોર્મ ઉપડ્યા હતા. બીજે દિવસે રાણાવાવ તાલુકા પંચાયતની બેઠક માટે 4 ફોર્મ ભરાયા હતા અને જિલ્લા પંચાયત રાણા ખીરસરા બેઠક માટે 1 ફોર્મ ભરાયું હતું. તા. 10ના રોજ માત્ર 2 ફોર્મ ભરાયા છે. જેમાં જિલ્લા પંચાયતની અડવાણા બેઠક માટે 1 ફોર્મ અને તાલુકા પંચાયતની રોજીવાડા બેઠક માંથી 1 ફોર્મ ભરાયું છે. કુલ 100થી વધુ ફોર્મ ઉપાડ્યા છે.

રાણાવાવ તાલુકા પંચાયતની બેઠકના 4 ઉમેદવાર
રાણાવાવ તાલુકા પંચાયતની રામગઢ બેઠક માટે લાખીબેન વેજાભાઈ મોરી, 8 ખીરસરા બેઠક માં જયેશભાઇ મગનભાઈ કંટારીયા, 7 બોરડી બેઠક માં જીવીબેન લાખાભાઈ રાડા અને 6 બીલેશ્વર બેઠક માટે રાજુભાઇ અરભમભાઈ ઓડેદરાએ ઉમેદવારી પત્ર ભર્યું છે.

ત્રણ દિવસમાં પાલિકા બેઠક માટે એકપણ ફોર્મ ભરાયું નહીં
પોરબંદરમાં યોજાનાર ચૂંટણી ની બેઠકો માટે તા.8થી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ છે ત્યારે પાલિકાની 52 બેઠક માટે એકપણ ઉમેદવારે છેલ્લા ત્રણ ત્રણ દિવસમાં ફોર્મ ભર્યું નથી.

 • તા. 9ના જિલ્લા પંચાયત રાણાખીરસરા બેઠક માટે લક્ષ્મીબેન જેઠાભાઇ શામળાએ ફોર્મ ભર્યું છે.
 • તા. 10ના જિલ્લા પંચાયતની 1 અડવાણા બેઠક માટે મંજુલાબેન અરભમ મોઢવાડીયાએ ફોર્મ ભર્યું હતું, જ્યારે પોરબંદર તાલુકા પંચાયતની રોજીવાડા બેઠક પર નાગા ખીમાભાઈ કારાવદરાએ ફોર્મ ભર્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો