તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:બંન્ને પક્ષના ઉમેદવાર ઓછું ભણ્યા, ગુનેગાર પણ ઓછા

પોરબંદર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસના 8 ઉમેદવાર ધો.10 સુધી પણ ભણ્યા નથી, ભાજપના 12 ઉમેદવાર ધો.12થી ઓછા અભ્યાસ વાળા

પોરબંદરમાં જિલ્લા પંચાયતની બેઠક પર બંને પક્ષના ઓછું ભણેલા ઉમેદવારોને મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસના 8 ઉમેદવાર ધો.10 સુધી ભણેલા નથી જ્યારે ભાજપના 12 ઉમેદવાર ધો 12થી ઓછા અભ્યાસ વાળા છે. કોંગ્રેસના 7 અને ભાજપના 4 ઉમેદવાર રૂ. 10 લાખથી ઓછી મિલકત ધરાવે છે. બેઠકો પર 3 ઉમેદવાર પર ગુન્હા નોંધાયેલા છે.પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે જિલ્લા પંચાયતની 18 બેઠકો પર પોત પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે ભાજપના 12 ઉમેદવારો ધોરણ 12 થી વધુ અભ્યાસ કરેલ નથી. 3 ઉમેદવારોએ પોતાનો અભ્યાસ દર્શાવેલ નથી.

જ્યારે ગ્રેજ્યુએટ થયેલ 2 ઉમેદવારો છે. જેમાં 6 દેગામ બેઠક પર SYBcom થયેલ ઉમેદવાર અને 2 અમરદળ બેઠક પર BAએલએલબી કરેલ ઉમેદવાર છે જ્યારે 18 વિસાવાડા બેઠક FY BA પાસ ઉમેદવાર છે. કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો ધોરણ 10થી ઓછો અભ્યાસ કર્યો હોય તેવા 8 ઉમેદવારોએ જિલ્લા પંચાયતની બેઠક પર ઉમેદવારી નોંધાવી છે.

જ્યારે 8 ઉમેદવારોએ પોતાનો અભ્યાસ દર્શાવ્યો નથી. ઉપરાંત 2 ઉમેદવારો ગ્રેજ્યુએટ થયેલા છે જેમાં 13 મહિયારી બેઠક પરથી ગ્રેજ્યુએટ થયેલ અને 4બળેજ બેઠક પર સિવિલ એન્જીનીયરની ડીગ્રી ધરાવનારએ ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના 7 ઉમેદવારો રૂ. 10 લાખથી ઓછી મિલકત ધરાવે છે જ્યારે ભાજપના 4 ઉમેદવાર રૂ. 10 લાખથી ઓછી મિલકત ધરાવે છે.

રૂા. 2 કરોડથી વધુ મિલકત ધરાવનાર ઉમેદવાર
જિલ્લા પંચાયતની 4 બળેજ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના ઉમેદવાર ઠેબા પાતા ચૌહાણ 8 વાહનો, બેન્ક બેલેન્સ, જમીન, મકાન સહિત રૂ. 2,09,00,000ની મિલકત ધરાવે છે. આ ઉપરાંત 20 તોલા દાગીનો ધરાવતા હોવાનું એફિડેવિટ કરેલ છે. વાહન લોન રૂ. 6 લાખ હોવાનું દર્શાવ્યું છે.

સૌથી ઓછી મિલકત ધરાવનાર ઉમેદવાર
જિલ્લા પંચાયતની 16રાણા કંડોરણા 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભાવિન આલા રાતીયા ની એફિડેવિટ મા રૂ. 50,000 રોકડા અને 20,000નું બાઇક દર્શાવેલ છે.

સૌથી ઓછો અભ્યાસ ધરાવનાર ઉમેદવાર
જિલ્લા પંચાયતની 12 માધવપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લાખીબેન ભનુ ભુવા ધોરણ 2 પાસ હોવાનું એફિડેવિટમા જાણવા મળે છે.

આજે ફોર્મ ચકાસણી: અપક્ષ મુખ્ય પક્ષની રાહમાં
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યાં છે. સોરઠમાં 2079 ફોર્મ ભરાયા છે. તા. 15 ફેબ્રુઆરીનાં ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ફોર્મમાં ક્ષતી રહી હશે તેનાં ફોર્મ રદ થશે. તેમજ તા. 16 ફેબ્રુઆરીનાં ફોર્મ પરત ખેચવામાં આવશે. બાદ સ્થાનીક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. બાદ બરાબર ચૂંટણીનો જંગ જામશે. આ બે દિવસ ભાજપ અને કોંગ્રેસ મહેનત કરી બેઠકો બીનહરીફ કરવાનાં પ્રયાસ કરશે. આ રણનીતી ઉપર બન્ને પક્ષો કામ કરશે. તેમજ દરેક બેઠકમાં અપક્ષમાંથી ફોર્મ ભરનાર ઉમેદવાર પર ભાજપ અને કોંગ્રેસની રાહ જોઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો