વિરોધનો વંટોળ:ઉદ્યોગોનો કદડો સમુદ્રમાં ઠાલવવાના પ્રોજેક્ટને રદ કરો

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની વધુ 3 સંસ્થા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત

જેતપુરના ઉદ્યોગોનો કદળો પોરબંદરના સમુદ્રમાં છોડવાનો પ્રોજેકટ સામે જિલ્લાભરમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. આ પ્રોજેકટને રદ કરવાની માંગ સાથે વધુ 3 સંસ્થા દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

પોરબંદરના સમુદ્રમાં જેતપુરના ઉદ્યોગોનો કેમિકલ યુક્ત કદળો પાઇપલાઇન મારફત ઠાલવવામાં આવશે અને તેનો પ્રોજેકટ તૈયાર થયો છે જેથી જિલ્લા માંથી ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અનેક સંસ્થાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે પોરબંદર માચ્છીમાર પીલાણા એસોસીએશનના પ્રમુખ નરેશ જાદવભાઈ કોટિયા, લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ વી. કારિયા અને પોરબંદર જનહિત સુરક્ષા સમિતિના પ્રમુખ મુસ્તાકભાઈ પાલખીવાલાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી જણાવ્યું છે કે જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવશે તો દરિયાઈ જળ સૃષ્ટિને નુકશાન કરશે અને 10 નોટિકલ માઈલ સુધી પણ માછલીઓ નહિ મળે જેથી માછીમાર ઉદ્યોગ ભાંગી પડશે. હાલ મંદીનો માહોલ છે તેવામાં માછીમાર ઉદ્યોગને અસર થશે તો તમામ વર્ગને અસર થશે. અને નુકશાન થશે જેથી જેતપુરના ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાના પ્રોજેકટને રદ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...