તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્યમંત્રીને રજૂઆત:જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દરિયામાં નાખવાનો પ્રોજેકટ રદ કરો

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયાઈ જળ સૃષ્ટિ નાશ પામશે, JCI અને કન્ઝર્વેટરી સંસ્થાની મુખ્યમંત્રીને રજુઆત

જેતપુર ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં નાખવાનો પ્રોજેકટ રદ કરો, આ પ્રદુષિત પાણીથી દરિયાઈ જળ સૃષ્ટિ નાશ પામશે તેવી JCI અને કન્ઝર્વેટરી સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત થઈ છે. પોરબંદરની JCI સંસ્થાના સ્થાપક પ્રમુખ લાખણશી ગોઢાણીયા તેમજ પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થાના રાજેશભાઇ લાખાણી સહિતના કાર્યકરો દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજુઆત કરી જણાવ્યું હતું કે, જેતપુરના સાડી ઉદ્યોગોનું ગંદુ કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવા માટે ગતિવિધિઓ તેજ થઈ છે, ત્યારે આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરીએ છીએ.

જેતપુરના સાડી ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે તો આ કેમિકલથી જીવ સૃષ્ટિનો નાશ થઈ જશે. આ કેમિકલ યુકત પાણી જમીનના તળની અંદર ભળી જવાથી પીવાના પાણી બગડી જશે અને એના કારણે લોકોના આરોગ્ય માટે મોટો સવાલ ઉભો થશે.

કેમિકલ વાળા પાણીની પાઇપલાઇન જેટલા વિસ્તારમાંથી પસાર થશે તે વિસ્તારની ફળદ્રુપ જમીનને અકલ્પનિય નુકશાન થશે. દરિયાઈ ખેતી ભાંગી પડશે અને આ ઉદ્યોગ ઉપર નભતા લોકો બેકાર થઈ જશે અને આ કેમિકલ યુક્ત પાણીના કારણે ખેતી અને માછીમારી આ બે વ્યવસાયો ભાંગી ગયા તો પોરબંદર શહેરના વેપાર ઉધોગને ખૂબ મોટી ખોટ પડશે. આથી જેતપુરના સાડી ઉદ્યોગોનું કેમિકલ યુકત પાણી પોરબંદરના દરિયા કિનારે છોડવાના નિર્ણયને પરત ખેંચવા અને આ પ્રોજેક્ટને રદ કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...