રજુઆત:જિલ્લાની કુમાર - કન્યા શાળા મર્જ કરવાના નિર્ણયને રદ કરો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનએસયુઆઇ દ્વારા અધિકારીને રજુઆત કરવામાં આવી

પોરબંદર જિલ્લામાં 100 થી ઓછી સંખ્યા ધરાવતી 26 કુમાર અને કન્યા શાળાઓને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ પોરબંદર જિલ્લામાં જે 26 શાળાઓની યાદી શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બહાર પાડવામાં આવી છે તેમાં ઘણી સ્કુલોમાં 100 કરતા વધુ સંખ્યા પણ છે. શિક્ષણ વિભાગના 2011 ના પરિપત્રમાં ઉલ્લેખ છે કે જે શાળાઓની સંખ્યા 100 કરતા ઓછી હોય તોજ તે શાળાઓનું વિલીનીકરણ કરવું. પોરબંદર જિલ્લા NSUIના કાર્યકર્તાઓ એ શિક્ષણ અધિકારીને રજુઆત કરી શાળા મર્જ કરવાની પ્રક્રિયા બંધ કરવાની માંગ કરી છે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે વાલીઓને સાથે રાખી આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...