પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદર પીજીવીસીએલ કચેરી દ્રારા વિજ ચોરી ડામવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે કાર્યક્ષેત્ર હેઠળ આવતા પોરબંદર ગ્રામ્ય ડિવિઝન વિસ્તારમા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતુ. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિજ લોસ ધરાવતા ફીડોરોમાં વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગેરરીતી કરનારને 121.50 લાખના દંડ ફટકર્યો
જેમા કુલ 44 જેટલી ચેકિંગ સ્કવોડ દ્વારા 25થી 30 જુલાઈ દરમિયાન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતુ. જે અન્વયે રહેણાંક હેતુના 6106 વીજ જોડાણો, વાણિજ્ય હેતુના 458 વીજ જોડાણો તથા ઔદ્યોગિક હેતુના 33 વિજ જોડાણો અને ખેતીવાડીના 402 જોડાણોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં રહેણા કેતુના 703, વાણીજ્ય હેતુના 51 તથા ખેતીવાડીના 50 વીજ જોડાણોમા ગેરરીતીઓ માલુમ પડતા ગેરરીતી કરનારને 121.50 લાખના દંડનીય પુરવણી બિલો પીજીવીસીએલ મારફતે આપવામાં આવે છે.
વિજ લોસ ઘટાડવા વીજ ચેકિંગની મેગા ડ્રાઈવ
હાલમાં પીજીવીસીએલ પોરબંદર વર્તુળ કચેરી હેઠળ વિજ લોસનુ પ્રમાણ વધવા પામેલ હોય. વિજ ચોરીના કારણે તંત્રને ભોગવવો પડતો વિજ લોસ ઘટાડવા સતત વીજ ચેકિંગની મેગા ડ્રાઈવ યોજીને વિજ ચોરી અટકાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ પીજીવીસીએલ વર્તુળ કચેરી પોરબંદરની અખબારી યાદીમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.