તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:3360 ખેડૂતોને બોલાવ્યા, આવ્યા માત્ર 153

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવ પરવડતા ન હોઇ અને વેચાણ માટેની લાંબી પ્રોસેસના કારણે ખેડૂતો પરેશાન બન્યા
  • ખાનગી વેપારીને મગફળીનું વેચાણ કરી ખેડૂતો કરી રહ્યાં છે રોકડી

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે બોલાવેલ 3360 ખેડૂતો પૈકી માત્ર 153 જ આવ્યા હતા. ટેકાના ભાવ પરવડતા ન હોય અને વેચાણ માટેની લાંબી પ્રોસેસના કારણે ખેડૂતો પરેશાન થતા હોવાથી ખાનગી વેપારીને મગફળીનું વેચાણ કરી ખેડૂતો રોકડી કરી રહ્યાં છે.

પોરબંદર જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હોય અને ખેડૂતોના મગફળી સહિતના પાકનુ નિકંદન નીકળયુ હોય તેમજ જમીનનું પણ ધોવાણ થયું હતું. ત્યારે ખેડૂતોના ખેતરમાં મહદંશે મગફળીનો પાક તૈયાર થયો છે. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં લાંબી પ્રોસેસ ખેડૂતોએ કરવી પડતી હોય અને ખેડૂતોને પરવડે તે પ્રમાણમાં ટેકાના ભાવ પણ આપવામાં ન આવતા હોવાના કારણે હાલ ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાય રહ્યો છે.

આમ સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તે ખેડૂતોને પરવડતા ન હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવાનું માંડી વાળ્યું છે. અને ખાનગી વેપારીઓને ખેડૂતો મગફળીના પાકનું વેચાણ કરી રહ્યા છે. પોરબંદર શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે 6104 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અને જેમાંથી 3360 ખેડૂતોને એસએમએસ કરી બોલાવવામાં આવ્યા હતા.

પરંતુ બોલાવેલ માંથી માત્ર 153 ખેડૂતો જ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે આવ્યા હતા. અને 146 ખેડૂતોની મગફળીની ખરીદી થઈ હતી. સાત સેમ્પલ રિજેક્ટ થયા હતા. ત્યારે ખેડૂતો પણ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવાના બદલે ખાનગી વેપારીઓને મગફળીના પાકનું વેચાણ કરી રોકડી કરી રહ્યા છે.

ખાનગી વેપારી ટેકાના ભાવથી વધુ નાણાં આપીને ખરીદી કરે છે: ખેડૂત
પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ખાનગી વેપારી ટેકાના ભાવથી પણ વધુ પૈસા આપીને મગફળીની ખરીદી કરે છે. 1055 રૂપિયા ટેકાના ભાવ છે ત્યારે ખાનગી વેપારી રિજેક્ટ ન થાય તેવી સારી ક્વોલિટીની મગફળીના અગિયારસો રૂપિયાથી પણ વધુ આપે છે. ઉપરાંત વેચાણ માટે કોઈ પ્રોસેસ કરવી પડતી નથી. અને રિજેક્ટ થવાનો ભય પણ રહેતો નથી. તેમજ નાણાંનું પણ રોકડમાં સુકવણું થઈ જાય છે. > રાજાભાઈ રામાભાઈ ચુડાસમા, ખેડૂત

બોલાવેલા 7399 ખેડૂતો માંથી માત્ર 606 આવ્યા
પોરબંદર જિલ્લામાં રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર તાલુકામાં 11434 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી એસએમએસ કરીને 7399ને બોલાવવામાં આવ્યા હતા. અને આ પૈકી 606 ખેડૂતો ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...