તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:લોકોમાં રહેલી ગેરસમજણ દૂર કરી રસી લેવા આહવાન

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આમ આદમી પાર્ટી દ્વારા રસીકરણ જાગૃતિ અભિયાન શરૂ કરાયું

સરકાર દ્વારા ભારત દેશમાં બનેલ અંદાજે ૬ કરોડથી વધુ રસી બીજા દેશોને સારું લગાડવા માટે મોકલી દીધા અને રસીના અભાવે અંદાજે 1 લાખથી વધુ મૃત્યુ થયા છે, તેવો આક્ષેપ કરી કોરોના રસીકરણને ગંભીરતાપૂર્વક સઘન અભિયાનરુપે હાથ ધરવા આપ દ્વારા અપીલ કરાઇ છે. ગુજરાતમાં રસીનો પ્રયાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને હાલની રસીકરણ પ્રક્રિયા ખુબ જ જટીલ અને અઘરી છે. સામાન્ય લોકો માટે રસીનું રજીસ્ટ્રેશન કરવું કે અપોઇન્ટમેન્ટ લેવી ખુબ જ અઘરી છે.

આ સમયે રસીકરણ પ્રક્રિયાને વધુ આયોજનબદ્ધ અને સરળ બનાવવી જોઈએ. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ રસીકરણ અભિયાનમાં સરકારને મદદ કરવા માટે તૈયાર અને ઉત્સાહી છે. ગુજરાતને સંપુર્ણ કોરોનામુક્ત કરવું એ એકમાત્ર લક્ષ્ય સાથે આમ આદમી પાર્ટી આજથી સમગ્ર ગુજરાતમાં “રસીકરણ જાગૃતિ અભિયાન”ની શરુઆત કરી રહી છે. આ અભિયાનના માધ્યમથી રસી અંગે જનતામાં રહેલી ગેરસમજણ કે અફવાઓ દુર કરી 100 % રસીકરણ કરવામાં મદદરૂપ થવા માંગીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...