નિર્ણય:દિવાળી સુધીમાં પોરબંદરની વધુ 1 ફેકટરી ધમધમશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજયસભાના સાંસદે ફેકટરી શરૂ કરવાનો નિર્ણય કર્યો

પોરબંદરની નીરમા ગૃપ સંચાલિત સૌરાષ્ટ્રા કેમીકલ ફેકટરીમાં છેલ્લા કેટલાક સમયથી દુર્ઘટનાઓ ઘટતા કામદારોને જીવ ગુમાવવા પડયા હોય તેવા અકસ્માતો સર્જાયા હતા. જેના પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઇન્સ્પેકટરે થોડા દિવસ પહેલા આ ફેકટરી બંધ કરવાનો આદેશ કરતા ફેકટરી બંધ થઇ ગઇ હતી અને જેને લીધે અંદાજીત 3000 થી વધુ કામદારોની રોજીરોટી પર પાટુ લાગી ગઇ હતી.

આ ફેકટરી ફરી શરૂ થાય તે માટે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ નિરમા ગૃપના પી.આર.ઓ.ને સાથે રાખી ઉચ્ચકક્ષાએ ફેકટરી શરૂ કરવા બાબતે ચર્ચા કરી હતી. કલેકટરને પણ આ મુદ્દે વાતચીત કરી હતી તેમજ ફેકટરીનું ઇન્ફ્રાસ્ટ્રકચર જુનું છે, તેનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે અને તમામ ક્ષતિઓ દૂર કરાશે તેવી નિરમા ગૃપ દ્વારા ખાત્રી અપાતા રામભાઇ મોકરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સાથે વાતચીત કરી હતી. જેના પગલે આ ફેકટરી દિવાળી સુધીમાં શરૂ થઇ જાય તેવો નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...