કાર્યવાહી:સામાજીક અંતરના નિયમોને નેવે મૂકનાર ધંધાર્થીઓ દંડાયા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોના ટોળા ભેગા કરનાર 2 લારી ધારકો સામે કાર્યવાહી

પોરબંદરમાં અલગ અલગ જગ્યાએ માસ્ક અને સામાજીક અંતરના નિયમો ન જાળવતા ૨ ધંધાર્થીઓ સામે પોલીસે લાલઆંખ કરી કાર્યવાહી કરી હતી. જુના કુંભારવાડામાં રહેતા ઇરફાન સાદીકભાઇ રાઠોડ નામના શખ્સે પોતાની નાસ્તાની લારીને શહેરના ચુના ભઠ્ઠા વિસ્તારમાં ઊભી રાખી, લારીની આસપાસ પોતાને તથા અન્યોને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ તે રીતે કોઇ સામાજીક અંતર રખાવ્યા વગર ગ્રાહકોના ટોળા ભેગા કર્યા હતા અને આવું બેદરકારીભર્યુ કૃત્ય કરીને જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ઇરફાન સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ શહેરના શીતલાચોક વિસ્તારમાં રહેતા જયેશ સ્વરૂપદાસ અગ્રાવત નામના શખ્સે પોતાની નાસ્તાની રેકડી શહેરના નવા ફુવારા સર્કલ પાસે ઊભી રાખી, લારીની આસપાસ પોતાને અને અન્યોને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ તેમ કોઇ સામાજીક અંતર રખાવ્યા વગર ગ્રાહકોના ટોળા ભેગા કર્યા હતા અને પોતે મોઢે માસ્ક પણ ન પહેરીને બેદરકારીભર્યુ કૃત્ય કરતા પોલીસે જયેશ સામે કાનૂની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...