પરિવારજનોમાં શોક:ધંધામાં મંદી, બેકારીના કારણે યુવાનનો આપઘાત, ચોથે માળથી કૂદકો મારી દેતા નીચે પટકાતા યુવાનનું મોત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં રામટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને ધંધામાં મંદી અને બેકારીના કારણે એક બિલ્ડીંગના ચોથા માળેથી કૂદકો મારી આપઘાત કરી લેતા યુવાનનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. રામટેકરી શેરી નં.1 રામેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતા નિલેશ નાગાજણભાઈ બાપોદરા નામના 41 વર્ષીય યુવાને સવારે 11 કલાકે આ વિસ્તારમાં બનતા એપાર્ટમેન્ટ બિલ્ડીંગના ચોથા માળેથી કૂદકો મારી દેતા આ યુવાનનું મોત થયું છે.

આ યુવાન વાહનોની લેવેચમા દલાલીનું કામ અને રીક્ષા ડ્રાઇવર હતો. ધંધામાં મંદી ચાલતી હોય તેમજ બેકારીના કારણે આ યુવાને આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. આ યુવાન પરિણીત હતો અને તેની પત્ની રીસામણે હોવાનું તથા સંતાનમાં 1 પુત્ર હોવાનું જાણવા મળે છે. મંદી અને બેકારીના કારણે યુવાને આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...