તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આજથી સાંજના 7 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં ધાર્મિક સ્થળો ખોલવા માટે સરકારે છૂટ આપી

પોરબંદર જિલ્લામાં આજથી 26 જૂન સુધી સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધી ધંધા-રોજગારો ખુલ્લા રાખી શકાશે. સરકારનાં આ નિર્ણયને લઇને પોરબંદરના વેપારીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. હવે ધંધા-રોજગારોને વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. રેસ્ટોરન્ટમાં પણ સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધી 50 ટકા કેપેસીટી સાથે શરૂ કરી શકાશે. સરકારના નિર્ણયથી હોટલ-રેસ્ટોરન્ટને મોટી રાહત મળી છે. આ ઉપરાંત બાગ-બગીચાઓ સવારે 6 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જીમ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત રાજકીય-સામાજીક કાર્યક્રમોમાં 50 લોકોની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 11મી જૂનથી ધાર્મિક સ્થળો પણ ખોલવા માટે સરકારે છૂટ આપી છે. આ તમામ છૂટછાટમાં સરકારના નિયમોનું પાલન કરવા પણ સરકારે સૂચન કર્યુ છે. આગામી 25મી જૂન સુધી સવારનાં 9 થી સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખી શકાશે. રાજય સરકારના આ નિર્ણયને લઇને પોરબંદરના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. 25 જૂન બાદ મોટાભાગની છૂટછાટ આપવામાં આવે તેવી માંગ વેપારીઓએ કરી છે. કોરોનાનું સંક્રમણ ઘટતા ધીરે-ધીરે જનજીવન સામાન્ય બની રહયું છે.

અન્ય સમાચારો પણ છે...