પેટ્રોલિંગ દરમિયાન આરોપી ઝડપાયા:પોરબંદરમાં ઘરફોડ ચોરીના આરોપીઓ ઝડપાયા; ઉદ્યોગનગર પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવસેને દિવસે ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક ચોરીની ઘટના પોરબંદર જિલ્લાથી સામે આવી છે. જેમાં રાકેશ દર્શનપ્રસાદ પ્રજાપતિ રહે. બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ, લીરબાઇ પાર્કમાં તેમના ઘરમાં કોઈ અજાણ્યો ઈસમ ઘુસીને 4 તોલાના સોનાના ચેઇન નંગ- ૩ની ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ ઉદ્યોગનગર પો.સ્ટે.માં નોંધાવા પામી છે.

પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલિંગમા હતા
ગત તા. 13/11/2022ના રોજ ફરીયાદી રાકેશ દર્શનપ્રસાદ પ્રજાપતિ રહે. બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ, લીરબાઇ પાર્કમાં પોરબંદર વાળાએ પો.સ્ટે. આવી જાહેર કરેલું કે, ગત તા. 10/11/2022ના રોજ પોતાના રહેણાંક મકાનમાં કોઇ અજાણ્યો ઇસમ ઘરની અંદર પ્રવેશ્યો હતો. કબાટમાં રહેલા આસરે 4 તોલાના સોનાના ચેઇન નંગ- ૩ કિં. રૂ. 1 લાખ 82 હજારના મુદ્દામાલની કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલો હોવાની હિકિકત જણાવતા ઉદ્યોગનગર પો.સ્ટે. ગુનો દાખલ કર્યો હતો. જે ગુનાનો ભેદ ઉકેલવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ ખાસ સુચના આપેલી હતી. જે અન્વયે પો.સબ.ઇન્સ. કે.એન. અઘેરા તથા ઉદ્યોગનગર પો.સટે.ના પોલીસ સ્ટાફના માણસો ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલિંગમા હતા.

ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો
તે દરમિયાન પો.હેડ.કોન્સ. ચેતન મોઢવાડીયા તથા મુકેશ માવદિયાને ચોક્કસ બાતમી મળી હતી. કે બે ઇસમો ઉપરોક્ત ચોરીમાં ગયેલા મુદ્દામાલ (સોનાના ચેઇન) લઇ જ્યુબેલીથી રોકડીયા હનુમાન મંદિર તરફ આવે છે. જેથી સ્ટાફના માણસો સાથે વોચમાં રહેતા બે ઇસમો ચાલીને આવતા હતા. જેથી તેને રોકી ચેક કરતા બન્ને પાસેથી ચોરીમાં ગયેલા સોનાના ચેઇન નંગ-૩ મળી આવ્યા હતા. જેથી બન્નેની ઉંડાણ પુર્વક પુછપરછ કરતા સદર હું સોનાના ચેઇન બન્ને ઇસમોએ ઉપરોક્ત ફરીયાદીના ઘરેથી ચોરી કરેલી હોવાની કબુલાત આપતા બંનેને ધોરણસર અટક કરી ગણતરીના દિવસોમાં ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલી ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો છે.

કામગીરીમાં અધિકારી-કર્મચારીઓ રોકાયા હતા
આરોપી સાગર પ્રદિપ દાઉદીયા ઉ.વ. 24 રહે. બોખીરા રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ પોરબંદર તેમજ ગૌતમ કમલેશ ઘુમલીયા ઉ.વ. 21 રહે. કામધેનું સોસાયટી રણછોડ નગર કેશોદ તા. કેશોદ જી. જુનાગઢનાઓને ઝડપી પાડ્યા હતા. આ કામગીરીમાં રોકાયેલા અધિકારી/કર્મચારી ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્‍સ. કે.એન. અઘેરા તથા પો.હેડ.કોન્સ. ચેતન મોઢવાડીયા, મુકેશ માવદિયા, રવિકુમાર રાઠોડ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, યુવરાજસિંહ જેઠવા, હિમાંશુ ચાવડા, મયુર જોષી, રામશી લુવા વગેરે રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...