શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિકના તૂટેલા સ્પીડબ્રેકર વાહનચાલકો માટે શિરદર્દ સમાન બન્યા છે. ખીલ્લાઓ હજુ રોડ વચ્ચે હોવાથી વાહનોના ટાયરને નુકસાન થઈ રહ્યું છે જેથી અકસ્માત અટકાવવા સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરની શાળા કોલેજ સહિત વિવિધ વિસ્તારોમાં અકસ્માત થતો અટકાવવા ભૂતકાળમાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર મુકવામાં આવ્યા હતા પરંતુ આ સ્પીડબ્રેકરો તૂટી ગયા છે અને રસ્તા વચ્ચેથી પ્લાસ્ટિક ઉખડી ગયું છે પરંતુ ખીલ્લાઓ હજુસુધી કાઢવામાં આવ્યા નથી તેમજ તૂટેલા પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર પણ હટાવવામાં આવ્યા નથી. જેને કારણે વાહનચાલકોને તૂટેલા પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર પરથી પસાર થવું પડે છે. આથી પ્લાસ્ટિકની કડમાં વાહન આવી જતા વાહન સ્લીપ થવાનો ભય સેવાઇ રહ્યો છે તેમજ ખીલ્લાઓ પરથી વાહન પસાર થવાને કારણે વાહનોના ટાયરમાં નુકશાન થઈ રહ્યું છે.
સ્પીડબ્રેકર તૂટી જવાને કારણે વાહન ચાલકો બેફામ બન્યા છે અને ધૂમ સ્ટાઇલમાં પુરઝડપે વાહન ચલાવે છે જેથી અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. આમ જોઈએતો શહેરના વિવિધ વિસ્તારો સ્પીડબ્રેકર વિહોણા બની ગયા છે જેથી લાગતાવળગતા તંત્ર દ્વારા તાકીદે પ્લાસ્ટિકના તૂટેલા સ્પીડબ્રેકર હટાવી, ખીલ્લાઓ હટાવી અને નવા સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.