કાંતેલા યાનમાંથી બનેલો હાથરૂમાલ:બ્રિટનની ક્વિન એલીઝાબેથને લગ્નમાં પોરબંદરનો હાથરૂમાલ ભેટ મળ્યો હતો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 નવેમ્બર, 1947ના રોજ વેસ્ટમિંસ્ટર એબીમાં રાણી એલિઝાબેથ II એ પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યા હતા
  • પોરબંદરના પનોતા પુત્ર મહાત્મા ગાંધીએ પોતે વણેલા સુતરમાંથી રૂમાલ બનાવ્યો હતો

લાંબો સમય સુધી બ્રિટનના કવીન એલીઝાબેથ દ્વિતીય સાથે પોરબંદરની યાદ જોડાયેલી છે. તેમના લગ્નપ્રસંગે પોરબંદરના પનોતા પુત્ર મહાત્મા ગાંધીને તેમને એક પોતે કાંતેલા યાનમાંથી બનેલો હાથરૂમાલ ભેટ કર્યો હતો. ભારત અને પાકિસ્તાનની આઝાદીના અઠવાડિયા પછી 20 નવેમ્બર, 1947ના રોજ વેસ્ટમિંસ્ટર એબીમાં રાણી એલિઝાબેથ II એ પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યા હતા ત્યારે મહાત્મા ગાંધી રાણીને ભેટ મોકલવા આતુર હતા.

પરંતુ તેમણે તેમની મોટાભાગની સંપત્તિ અર્પણ કરી દીધી હતી એટલે શું ભેટ આપવી તે અંગે ગાંધીજી અસમંજસમાં હતા. તે વખતે ભારતના છેલ્લા ગવર્નર-જનરલ એવા લોર્ડ લુઈસ માઉન્ટબેટનના સૂચન પર મહાત્મા ગાંધીએ કેન્દ્રમાં ‘જય હિન્દ’ શબ્દો સાથેનો ક્રોશેટેડ, કોટન લેસ મોકલ્યો હતો.

જે તેમણે અંગત રીતે કાંતેલા યાર્નમાંથી બનાવવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધીએ માઉન્ટ બેટનને કહ્યું: 'હું રાજકુમારી એલિઝાબેથને ભેટ આપવા માંગતો હતો, પરંતુ મેં મારી બધી સંપત્તિ આપી દીધી છે.' જોકે માઉન્ટ બેટન જાણતા હતા કે મહાત્મા ગાંધી પાસે હજુ પણ સ્પિનિંગ વ્હીલ છે તેથી તેમણે ગાંધીજીને કહ્યું: 'જો તમે કાંતેલા યાર્નમાંથી કાપડ બનાવી શકો, તો તે તાજના ઝવેરાત જેટલું જ મહત્વનું હશે.' બસ પછી મહાત્મા ગાંધીજીનીઆ ભેટ લગ્ન માટે બ્રિટન પહોંચી ગઇ હતી.

કવીન એલીઝાબેથ II એ વડાપ્રધાનને આ રૂમાલ બતાવ્યો હતો
મહાત્મા ગાંધીએ કવીન એલીઝાબેથ II ને લગ્નમાં આપેલ ભેંટ સ્વરૂપ હાથ રૂમાલની વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કર્યું હતું કે વર્ષ 2015 અને 2018 માં મારી યુ.કે.ની મુલાકાત દરમિયાન કવીન એલીઝાબેથ II એ એક મીટીંગ દરમિયાન મને મહાત્મા ગાંધીએ કવીનના લગ્નમાં ભેંટમાં આપેલો ઐતિહાસિક હાથ રૂમાલ બતાવ્યો હતો અને તેમણે હજુ તે સાચવીને રાખ્યો છે તે બાબતનું હું સન્માન કરું છુ.

અન્ય સમાચારો પણ છે...