તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્સ દિવસ:બહાદુર કોરોના યોદ્ધાને બિરદાવી ભારતીય નૌસેના દ્વારા ભેટ અપાઈ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર સિવિલમાં નર્સ દિવસની ઉજવણી કરાઈ

પોરબંદરમાં નર્સ દિવસ નિમિત્તે સિવિલ ખાતે નર્સની કામગીરી બિરદાવી આ દિવસની ઉજવણી કરી હતી. ઇન્ટરનેશનલ નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સિવિલ સર્જન ડો. ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે નર્સની કામગીરીનું ખાસ મહત્વ હોય છે તેમાં પણ હાલ કોરોના મહામારી વચ્ચે તમામ નર્સ સ્ટાફે દર્દીઓની સેવા કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે.

ડો. ઠાકોરે નર્સ સ્ટાફની કામગીરીને બિરદાવી આ દિવસે શુભકામના પાઠવી હતી. ભારતીય નૌસેના દ્વારા પણ સિવિલ ખાતે તમામ નર્સ સ્ટાફને બહાદુર કોરોના વોરિયર્સ તરીકે બિરદાવી ભેટ આપવામાં આવી હતી. આ તકે સ્ટાફ બ્રધર્સ અલ્પેશ નાંઢા, હેડ નર્સ હેતલ ગુંદાણીયા સહિતના સ્ટાફ ઉપસ્થિત રહી સ્ટાફને શુભેરછા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...