તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:કુતિયાણા કોર્ટમાં ચાલતા જુદા જુદા બે કેસમાં બન્ને આરોપીઓને ૩-૩ માસની કેદની સજા

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસના નિવેદન, સાક્ષીની જુબાની અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી ચૂકાદા આપ્યા

પોરબંદર જિલ્લાના કુતિયાણા શહેરની કોર્ટે જુદાં જુદાં બે આરોપીઓને ૩-૩ માસની કેદની સજા ફટકારી હતી, જેમાં એક કેસમાં સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને બીજામાં જાહેરમાં દારૂ વેચવા સંબંધિત ગુનાના કેસોની સુનવાણી બજાવી કોર્ટે ચુકાદાઓ આપ્યા હતા.કુતિયાણા શહેરમાં કાર્યરત પ્રિન્સીપાલ સિવિલ જ્જ અને જ્યુડિયલ કોર્ટ દ્વારા આજે બે અલગ અલગ કેશોની સુનવાણી બજાવવામાં આવી હતી, જેમાં કુતિયાણા પોલીસના નિવેદન, સાક્ષીની તટસ્થ જુબાની તથા સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને રાખીને જ્જ સાહેબે આરોપીઓને સજા આપતા ચુકાદા આપ્યા હતા.

આ બન્ને કેસો પૈકી એકમાં જમરા ગામે રહેતા ભીમા ભીખા વાડોલીયા નામના આરોપી સામે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને કર્મચારીને માર મારવાના ગુના બદલ ચાલતા કેસમાં આરોપી ભીમા વાડોલીયાને ૩ મહીનાની જેલની સજા સંભળાવી હતી, તો અન્ય બીજા કેશમાં દેવડા ગામે રહેતા રામા જેઠા ઓડેદરા નામના આરોપી સામે જાહેરમાં દારૂ પીવો અને વેચવાના ગુના બદલ ચાલતા કેશમાં આરોપી રામા ઓડેદરાને પણ ૩ મહીનાની જેલની સજા સંભળાવી હતી, આમ બન્ને કેસોના આરોપીઓને ૩-૩ માસની જેલ સજા આપતા ચુકાદાઓ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો