તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:શિક્ષણ અધિકારીના વર્તનથી કંટાળી કોટડાની શાળાના ઇન્ચાર્જ આચાર્યએ રાજીનામું આપ્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર શિક્ષણ કાર્ય ખોરંભે ચડે તે રીતે ગમે ત્યારે બોલાવવામાં આવતા હતા
  • હું તમને આજીવન કચેરીએ ધક્કા ખાતા કરી દઇશ તેવા વાક્યો મિટીંગમાં ઉચ્ચાર્યા

કુતિયાણાના કોટડા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય દિવ્યેશ કે.ચંદ્રવાડિયાએ પોરબંદરની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આવી રાજીનામુ ધરી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગમાંથી શિક્ષણ સહાયક તરીકેની ફરજ બજાવે છે અને સરકારી નોકરી પરથી જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી. કણસાગરા દ્વારા વારંવાર થતા તોછડા વર્તન, અસંવેધાનિક શબ્દ પ્રયોગ તથા દમન યુક્ત વ્યવહારને કારણે નોકરી પરથી સ્વૈચ્છિક રાજીનામુ આપવા ઇરછે છે.

રાજીનામું ધરવાના કારણોમાં તેમણે એવું જણાવ્યું હતું કે, પોરબંદરના શિક્ષણ વિભાગની કચેરી દ્વારા કોઈ આગોતરી જાણકારી વગર માત્ર સોશિયલ મીડિયામાં શાબ્દિક મેસેજ દ્વારા તારીખ 2 /5 નાં બપોરે 11:43 મિનિટે જાણ કરવામાં આવી હતી કે આજે 5:30 વાગ્યે તમામ આચાર્ય તથા ઇન. આચાર્યોએ બોર્ડ પરીક્ષા માટેના પરિણામ સુધારણા માટેના વિષય વાર આયોજન સાથે તાત્કાલિક પોરબંદર ઉપસ્થિત રહેવું. પરંતુ સરકારી કર્મચારીને ગુલામની જેમ દોડાદોડી કરાવવી એ અધિકારીની માનસિકતા જોવા મળતી હોવાના આક્ષેપ કર્યા છે.

વધુમાં પ્રતિનિધિ મારફતે આચાર્યએ આયોજન મોકલ્યુ તો કારણદર્શક નોટિસ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેવું જણાવ્યું હતું. 7:15 થી 1:15 સુધી અથવા 11 થી 5ની શાળા ચલાવતા ગ્રામ્ય વિસ્તારના ઇન આચાર્ય 5:30વાગ્યે કચેરીએ તાત્કાલિક કઇ રીતે પહોંચી શકે નહીં. તે જ દિવસે મામાના આકસ્મિક મૃત્યુ ને કારણે આચાર્યને 4 વાગ્યે શાળાએથી જવાનું થયું હતું જેથીઆ અંગેની જાણ કરીને અનુપસ્થિત રહ્યા હતા.જેથી આ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. પ્રતિનિધિને તારીખ સહિત બનાવેલા વિષય વાઇઝ આયોજન સાથે જ મોકલેલા હતા જે તેઓ રજુ કરવા માટેજ આવ્યા હતા.

પરંતુ બધા વચ્ચે અપમાનિત કરી જોયા કે વાંચ્યા વગર જ રિજેક્ટ કર્યા હતા. કોરોમાં મહામારી બાદ માંડ શરૂ થેયલી શાળાઓમાં કોર્સ પૂર્ણ કરવો કે રોજ એક વ્યક્તિએ આયોજન માટે ત્યાં આવવાનુ? વધુમાં ઉમેર્યું હતું કે, 21 ઓક્ટોબરના દિવસે તેમને કોરોના પોઝિટિવ આવેલ જે દિવસે પણ કચેરી ખાતે આચાર્યઓ માટેની એક મિટિંગ હોય. કોરોનાના લક્ષણો જણાતા હોય જેનો રિપોર્ટ કરતા પણ પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા વગર એવો ઉડાઉ જવાબ મળ્યો કે “નહીં મિટિંગમાં તો તારે જ આવવું જોશે. પ્રતિનિધિ નહીં ચાલે.” અગાઉ પણ મિટિંગમાં તોછડાઈના અનેક નિવેદનો જેમ કે, “ હું તમને ઘર ભેગીના કરી દઈશ.” “ હું તમને આજીવન કચેરીએ ધક્કા ખાતા કરી દઈશ”. “હું એક શેરો…. મારીશ તો નવરા કરી દઈશ”.અને “ તમારા જુના ચોપડા ખોલિશ તો જેલ ભેગીના થઈ જશો” આવા વાક્યો સામાન્ય મિટિંગોમાં વાપર્યા હતા. અધિકારીની આગેવાની હેઠળ સ્વમાન ભૂલી અપમાન સહન કરીને જ નોકરી કરવાની થતી હોય તો આ નોકરી સ્વૈચ્છિક રીતે મુકવા તૈયાર છું તેવું જણાવ્યું હતું. આમ ઇન્ચાર્જ આચાર્યે શિક્ષણ અધિકારીને વર્તનથી કંટાળી રાજીનામુ ધરી દેતા ભારે ચકચાર જાગી છે.

આક્ષેપો તદ્દન ખોટા છે - જિલ્લા શિક્ષણ અધિકારી
તોછળા વર્તન અંગેના આJક્ષેપો તદ્દન ખોટા અને પાયા વિહોણા છે. બોર્ડ અંગેની મિટિંગમાં આચાર્યને હાજર રહેવાનું હોઈ છે જેથી ગેરહાજર રહેતા અમે નોટિસ મોકલાવી હતી અને નોટિસ મોકલાવતા હવે આવા આક્ષેપો કરી રહ્યા છે જે ખોટા છે. > કે.ડી. કણસાગરા, જિલ્લા શિક્ષણ અધિકારી, પોરબંદર

​​​​​​​અઘરા વિષયવાળા શિક્ષકોને ચાર્જમાંથી મુક્ત કરવા રજૂઆત
જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બીએસસી, બીએડ, બીએબીએડ અંગ્રેજી તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોમર્સ તથા અંગ્રેજી વિષય ધરાવતા શિક્ષકોને જે શાળામાં ઇન્ચાર્જ ની વધારાની જવાબદારી જે સોપાયેલ છે તેમાંથી વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અધરા વિષય વાળા શિક્ષકોને આવા વધારાના ચાર્જ માંથી મુક્ત કરવા તેમજ આચાર્યનું સેટઅપ એ માધ્યમિક વિભાગમાં હોવા છતાં પણ ઘણી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બિન કાયદેસર ચાર્જ અપાયેલ છે જે નિયમ વિરુદ્ધ હોય આથી આ અંગે યોગ્ય કરવા જિલ્લા શાળા સંચાલક મંડળના મંત્રી કરશનભાઇ મોઢાએ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

ઇન્ચાર્જ આચાર્યનું રાજીનામું નહીં સ્વીકારાય
જિલ્લા શિક્ષણ અધિકારીએ એવું જણાવ્યું હતું કે સક્ષમ અધિકારીને મળ્યા વગર રાજીનામુ આપ્યું છે. ધાકધમકી વગર સ્વેરછાએ રાજીનામુ આપવાનું હોઈ છે અને રૂબરૂ આપવાનું હોઈ છે. 4 વ્યક્તિની સહી જોઈએ. આ રાજીનામુ મંજુર નહિ થાય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો