રક્તદાન:છાયામાં શિવશક્તિ આશ્રમ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો : 108 બોટલ રક્ત એકત્ર થયું

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છાયા ખાતે તાજેતરમાં શિવ શક્તિ આશ્રમના ખૂબ જ સેવાભાવી સેવક, સાધુ સંતોની સેવા કરતા, પ્રકૃતિ પ્રેમી એવા સ્વ. નાગાજણભાઈ આગઠની સ્મૃતિમાં આજે પૂજય બાબુજતિ બાપુની જગ્યા, નવાપરા, છાયામાં રકતદાન કેમ્પ અને બટુક ભોજન પાર્સલ વિતરણના કાર્યક્રમ યોજાયેલ હતાં. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામા સ્વ. નાગાજણભાઈને રક્તદાન રૂપે શ્રદ્ધાંજલિ આપી 108 રક્તની બોટલ એકઠી થઈ હતી.. ભાઈઓ ઉપરાંત બહેનોએ પણ મોટી સંખ્યામાં રક્ત દાન કર્યું હતું. હાલ લોકડાઉનની સ્થિતિમાં ભોજન સમારંભ નહીં યોજીને બાળકો માટે 700 જેટલી નાસ્તાની કીટ બાળકોને આપવામાં આવી હતી. શ્રી રામ બ્લડ બેંક દ્વારા એકઠું થયેલ લોહી થેલેસેમીયા અને અન્ય દર્દીઓની સારવારમાં વપરાશે. આ આયોજનમાં શિવ શક્તિ આશ્રમના મહંત કૃષ્ણજતી બાપુ, ખોડીયાર મંદિરના મહંત ગોપાલદાસ બાપુ અને આશ્રમના સેવકો દ્વારા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...