રજૂઆત:પોરબંદરમાં નવિનીકરણ કરેલ રસ્તાની સાઈડોમાં બ્લોક પાથરવા રજૂઆત કરાઇ

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાની સાઇડોમાં ગંદકી ફેલાઈ છે, સિવીલ હોસ્પિટલ સામે ખુલ્લી ગટર તંત્રને ધ્યાને નથી આવતી

પોરબંદરમાં નવીનીકરણ કરવામાં આવેલ રસ્તાની સાઇડો ભરવામાં આવેલ નથી જેથી સાઈડોમાં ગંદકી ફેલાઈ છે આથી સાઈડોમાં બ્લોક પાથરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાઓનું નવીનીકરણ કરવામા આવ્યું છે.

આંતરિક ગલીઓમાં બ્લોક પાથરવામાં આવ્યા છે જ્યારે મોટાભાગના રસ્તાઓનું નવીનીકરણ થઈ ગયું છે. પરંતુ રસ્તા ની સાઈડો પર બ્લોક પાથરવામાં આવ્યા નથી જેને કારણે રોડ ઉચા છે અને રોડ પરની સાઈડો નીચે છે આથી સાઇડોમા કચરો ફેલાઈ જાય છે અને પાણી ભરાતા ગંદકીના ગંજ ખડકાઈ જાય છે જેથી મચ્છરોનો ઉપદ્રવ ફેલાઈ છે.

કેટલાક રસ્તાની સાઇડો મા પથ્થરો અને ઝાડી ઝાંખરા પણ ઉગી નીકળ્યા છે. સિવિલ હોસ્પિટલ સામે રોડની સાઈડમાં ખુલ્લી ગટર જોવા મળે છે અને તેમાં ગંદકી ફેલાયેલ છે. આ સહિત વિવિધ વિસ્તારોમાં રોડ ની સાઈડ માં ઝાડી ઝાંખરા અને ગંદકી નજરે ચડે છે, જેથી રસ્તાની સાઈડો પર બ્લોક પાથરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા તંત્રને રજુઆત કરવામાં આવી છે.

શું કહે છે તંત્ર?
રોડની સાઇડ જગ્યા રાખવામાં આવે છે જેથી યુટિલિટી માટે કામ આવી શકે, એટલેકે, એ સાઈડ માં પાણીની અથવા અન્ય પાઇપ લાઈન નાખવાની થાય તો રસ્તો તોડવો ન પડે. તમામ રસ્તા થઈ જશે એટલે રોડની સાઈડમાં બ્લોક પાથરવા અંગેનું આયોજન છે તેવું પાલિકા તંત્રએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...