ઉજવણી:પ્રજ્ઞાચક્ષુ છાત્રો દ્વારા લુઈ બ્રેઇલની જન્મ જયંતીએ પુષ્પાંજલિ અપાઈ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 જાન્યુઆરી વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવાય છે

બ્રેઇન લિપિના શોધક લુઇ બ્રેઇલની જન્મ જયંતીએ પોરબંદર ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ સમાજને નવી દિશા માટે મહાત્મા લૂઈ બ્રેઈલએ 1829 માં 6 ટપકાની લિપિ શોધી હતી. લુઇ દ્વારા આ લિપિથી પ્રજ્ઞાચક્ષુ સમાજને નવી દિશા આપવાના ખૂબ પ્રયાસો કર્યા હતા. પરંતુ તે સમયે આ લિપિનો સ્વીકાર કરાયો હતો. બાદમાં 6 જાન્યુઆરી 1952ના રોજ મહાત્મા લુઇ બ્રહ્મલીન થયા હતા.

તેમના મૃત્યુ બાદ પાછળથી વિજ્ઞાનીઓએ ફરી લુઇની લિપિનો અભ્યાસ કર્યો ત્યારે તેમને માલુમ પડ્યું કે લુઇ દ્વારા શોધાયેલી બ્રેઇલ લિપિ અંધજનોની આંખ છે. લોહીના મૃત્યુના સો વર્ષ પછી ઉપરાંત સરકારે બ્રેઇલ લિપિનો સ્વીકાર કર્યો અને 20 જૂન 1952ના રોજ દ્વારા શોધાયેલી બ્રેઇલ લિપિનો સ્વીકાર તેમજ પ્રચાર પ્રસાર થયો એટલે પ્રજ્ઞાચક્ષુ સમાજના જીવનમાં નવો પ્રકાશ પથરાયો.

4 જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વાઘેશ્વરી પ્લોટ ખાતે આવેલ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ખાતે લુઇ બ્રેઇલની જન્મજયંતી નિમિત્તે સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ તેમજ કમલેશભાઈ ખોખરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...