તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:બોરિયામાં ટાટા કંપનીની લીઝ ચાલુ કરાતા બ્લાસ્ટીંગ,ડસ્ટીંગથી વિરોધ

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકોના હિતાર્થે સેન્સેટીવ ઝોનમાં માઇનિંગ લીઝ ચાલુ ન કરવા અંગે રજુઆત કરાઈ

પોરબંદરના આદિત્યાણાના રાજેશ્રીબેન વિંજાભાઈ મોઢવાડિયા દ્વારા રાણાવાવ ટાટા કંપનીના મેનેજરને લેખિત રજૂઆત કરી એવુ જણાવ્યું હતું કે આદિત્યાણા બોરીયા ગામમાં બોરીયા વિસ્તારના લોકો અને પર્યાવરણના હિતમાં ટાટા કંપની લીઝ ચાલુ કરવા સામે અમારો વાંધો છે.

કારણ કે આ લીઝ ગામની તદ્દન નજીક આવેલ છે. અને તેમાં બ્લાસ્ટિંગ થવાથી ગામલોકોમાં ભય સેવાઈ રહ્યો છે. તેમજ ડસ્ટિંગ થવાથી પ્રજાજનો ના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. અને કોઈપણ પ્રકારની ગંભીર બીમારીનો શિકાર બને તેમ છે. આસપાસના જંગલ વિસ્તારને નુકસાન પહોંચી રહ્યું છે.

આ વિસ્તારમાં સરકારી નિયમો અનુસાર ઝોનમાં આવતો હોય જેથી સરકારના નિયમોને નેવે મૂકીને મેલમિલાપ કરી આ ટાટા કંપની લીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે તે તાત્કાલિક રોકવામાં આવે અને જો યોગ્ય નહીં કરવામાં આવે તો નામદાર કોર્ટમાં લોકોના હિતાર્થે અને પર્યાવરણના બચાવના હિતાર્થે તેમજ સરકારના સમર્થનના જવાની ફરજ પડશે. જેથી તાત્કાલિક ધોરણે આદિત્યાણા બોરીયા વિસ્તારમાં ટાટા કંપની હસ્તક આવેલ માઇનીંગ લીઝ તાત્કાલિક ધોરણે બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો