ગૌરવ યાત્રા:જિલ્લામાં ભાજપની ગૌરવ યાત્રાનું કરાયું સ્વાગત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં સુદામા ચોક ખાતે સભા યોજાઇ : કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

પોરબંદર જિલ્લામાં ભાજપની ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુદામા ચોક ખાતે સભા યોજાય હતી. ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ દ્વારકાથી નીકળેલી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું સુદામા ભૂમિ પોરબંદરમાં આગમન થતાં ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની ટીમ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો.

શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રિવરફ્રન્ટ થી સુદામા ચોક સુધી ભવ્ય બાયક કાર રેલી યોજવામાં આવી હતી, અને આ બાઇક રેલીમાં ગૌરવભેર અનેક યુવાનો જોડાયા હતા. પોરબંદરમાં ગૌરવ યાત્રાને ઐતિહાસિક ગૌરવ અપાવવા યુવાનો કટિબદ્ધ થયા હતા, અને લાંબી બાઈક તથા કાર રેલી યોજી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત ગૌરવ યાત્રાનું પોરબંદર જિલ્લામાં આગમન થતા જ યુવાનોએ આવકાર આપ્યો હતો. અને શહેરમાં આવેલ સુદામા ચોક ખાતે આ ગૌરવ યાત્રાનું સંપન્ન થતાં સભામાં પરિવર્તિત થઈ હતી.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને સુદામા ચોક ખાતે યોજાયેલ આ સભાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધી હતી. અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ તકે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજમાર્ગો પર ઠેર ઠેર બેનરો લગાવી રેલી યોજી ગૌરવયાત્રાનું સ્વાગત કરાયું
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ કિરીટભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાની ટીમ દ્વારા આ ગૌરવ યાત્રાને આવકારવામાં આવી હતી. રિવરફ્રન્ટ થી સુદામા ચોક સુધી ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી હતી. જિલ્લા યુવા ભાજપના યુવા પ્રમુખ લક્કીરાજ વાળા, સાગરભાઇ મોદી સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા, અને શહેરના રાજમાર્ગો પર ઠેર ઠેર બેનરો લગાવી ગૌરવયાત્રાનું સ્વાગત કરાયું હતું.

કુતિયાણાથી ગૌરવ યાત્રાના પ્રથમ સમયે કેન્દ્રીય નાણામંત્રી ઉપસ્થિત રહ્યા
દ્વારકા થી પોરબંદરની ગૌરવ યાત્રા રાણાવાવ ખાતે કુતિયાણાથી પ્રસ્થાન થઈ પહોંચી હતી, તે સમય દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી ડો ભાગવત કરાડજી ઉપસ્થિત રહ્યા હતા. ગૌરવ યાત્રા પોરબંદર શહેરમાં આવેલ સુદામા ચોક ખાતે પહોંચી હતી, અને અહીં કેન્દ્રીય મંત્રી ડોક્ટર ભાગવત કરાડજીએ સભાને સંબોધી હતી.

અન્ય સમાચારો પણ છે...