ઉમેદવારીનું ફોર્મ:કુતિયાણામાં આજે ભાજપના ઉમેદવાર ઉમેદવારી પત્રક ભરશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ ભરવાના અંતિમ દિવસે નામાંકન દાખલ કરશે

પોરબંદર જીલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા જાહેર કરાયેલા મહિલા ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા આજે પોતાનું વિધિવત નામાંકન પત્ર દાખલ કરવા જશે. ઉમેદવારી પત્ર રજૂ કરતા પહેલા તેમના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરની કુતિયાણા વિધાનસભા બેઠક પર થોડા દિવસ પહેલા ભાજપ દ્વારા પૂર્વ જીલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઇ પટેલના નામથી ઓળખાતા રમેશભાઇ ઓડેદરાને અપાઇ હોવાનું મૌખીક રીતે જાણ કરાયું હતુ પરંતુ બાદમાં ગઇકાલ સુધી પાર્ટી દ્વારા તેમના નામની વિધિવત જાહેરાત કરવામાં આવી ન હતી અને ગઇકાલે પ્રદેશ કક્ષાએથી કુતિયાણા વિધાનસભા બેઠક માટે કુતિયાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાનું નામ જાહેર કરાયું હતું.

ઢેલીબેનનું નામ જાહેર કરાયા બાદ ઢેલીબેન આજે કુતિયાણામાં વિધિવત રીતે પોતાની ભાજપમાંથી ફોર્મ રજૂ કરી ઉમેદવારી નોંધાવશે અને ફોર્મ ભરવા જતા પહેલા ઢેલીબેન દ્વારા પોતાના સમર્થકોની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી કુતિયાણા શહેરના કસ્ટમ ચોકથી લઇને ટાવર ચોક સુધી આયોજીત કરવામાં આવી છે અને ત્યાંથી તેઓ 4-5 ટેકેદારોની સાથે જઇ પોતાની ઉમેદવારીનું ફોર્મ રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...