મિલકતનું વિશ્લેષણ:ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા સૌથી વધુ મિલકત ધરાવે છે

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી ઓછી મિલકત આપ ના ઉમેદવાર જીવનભાઈની, આમ આદમી પાર્ટીના ભીમા દાના ધોરણ 1 સુધી જ અભ્યાસ કરેલ છે

પોરબંદર, કુતિયાણા બેઠક પર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા સૌથી વધુ મિલકત દર્શાવી છે જ્યારે સૌથી ઓછી મિલકત આપના ઉમેદવાર જીવનભાઈની છે. આમ આદમી પાર્ટીના ભીમા દાના ધોરણ 1 સુધી જ અભ્યાસ કરેલ છે.

ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં 83 પોરબંદર અને 84 કુતિયાણા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. અને ચૂંટણી પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જેમાં એફિડેવિટ રજૂ કર્યા હતા. આ એફિડેવિટ માં પોતાની સંપત્તિ, અભ્યાસ, ઉમર, વ્યવસાય દર્શાવવામાં આવેલ છે. રાજકીય પક્ષના ઉમેદવારોની મિલકત અને અભ્યાસ તરફ નજર કરીએ તો પોરબંદરમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર બાબુભાઈ બોખીરીયા 69 વર્ષીય ઉમરના છે અને બીએસસી કેમિસ્ટ્રી સુધીનો અભ્યાસ કરેલ છે તેમજ કુલ સંપતિ 21 કરોડ રૂપિયા દર્શાવી છે.

જે અન્ય રાજકીય પાર્ટીના ઉમેદવાર કરતા સૌથી વધુ સંપતિ ધરાવનાર હોવાનું જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયા હાલ 66 વર્ષની ઉમરના છે અને બીઈ (મિકેનિકલ એન્જનિયર) નો અભ્યાસ કરેલ છે. તેઓએ 2.43 કરોડ ની સંપતિ દર્શાવી છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનભાઈ જુંગી હાલ 67 વર્ષની વય ના છે અને ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે. જીવનભાઈએ તેમની 1.40 લાખ સંપત્તિ દર્શાવી છે. આ ઉપરાંત 84 કુતિયાણા વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર ઢેલીબેન માલદેભાઈ ઓડેદરા 58 વર્ષની ઉમરના છે.

અને ધોરણ 10 ફેઇલ છે. તેઓએ પોતાની 3.27 કરોડ સંપતિ દર્શાવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા 57 વર્ષીય વયના ઉમેદવાર છે તેઓ ધોરણ 10 ફેઇલ છે અને તેઓએ રૂ. 6. 15 કરોડની સંપતિ દર્શાવી છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલભાઈ સરમણભાઈ જાડેજા હાલ 50 વર્ષની વયના છે અને તેઓ 9 પાસ છે તેમજ તેઓએ પોતાની 20 કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીમાભાઈ દાનાભાઈ મકવાણા 54 વર્ષની વયના છે અને ધોરણ 1 સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓએ 72 લાખ રૂપિયાની મિલકત દર્શાવી છે.

પોરબંદરના રાજકીય પાર્ટીના ઉમેદવારોનો વ્યવસાય
પોરબંદર વિધાનસભાની બેઠક માટે રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં ભાજપના બાબુભાઈ બોખીરીયા ખેતી, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર, જમીન ખરીદ વેચાણ નો વ્યવસાય દર્શાવેલ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયાએ ખેતીનો વ્યવસાય દર્શાવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનભાઈ જુંગી માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ છે.

કુતિયાણાના રાજકિય પાર્ટીના ઉમેદવારોનો વ્યવસાય
કુતિયાણાના વિધાનસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા ખેતીનો વ્યવસાય, કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા હોટલ તથા કન્સ્ટ્રક્શન અને ખેતીનો વ્યવસાય કરે છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલભાઈ જાડેજા ખેતી અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીમાભાઇ મકવાણા ખેતીનો વ્યવસાય કરે છે.

અન્ય સમાચારો પણ છે...