ચૂંટણી:સૌથી વધુ ચૂંટણી ખર્ચ ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાએ કર્યો

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણા બેઠક પર સૌથી વધુ ખર્ચ કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈએ કર્યો

83 પોરબંદર અને 84 કુતિયાણાની એમ બન્ને વિધાનસભા બેઠકોના ઉમેદવારોએ તા. 20 સુધીનો ચૂંટણી ખર્ચ રજુ કર્યો છે.પોરબંદર જિલ્લાની બન્ને વિધાનસભા બેઠકો માટે રાજકીય પક્ષોએ જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો ખર્ચ કરી રહ્યા છે, ત્યારે બન્ને બેઠકો ના ઉમેદવારોએ તા. 20 સુધીનો ખર્ચ રજુ કર્યો છે. જેમાં પોરબંદર બેઠક ના ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયાએ સૌથી વધુ રૂ. 4,57,008 નો ખર્ચ કર્યો છે. જેમાં રૂ. 1,13,500નો લાઉસ્પીકર માટેનો ખર્ચ તથા રૂ. 70,800નો પોસ્ટર બેનર માટે ખર્ચ રજૂ કર્યો છે.

તો કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ રૂ. 2,72,803નો ખર્ચ કર્યો છે જેમાં રૂ. 35,000 મંડપ સર્વિસ,રૂ. 50,000 બેનર માટે તથા રૂ. 4500 વિડીયોગ્રાફી પાછળ ખર્ચ કર્યો છે. જ્યારે આપ ના ઉમેદવારે જીવન જુંગીએ પણ રૂ. 72,350નો ખર્ચ પોસ્ટર,બેનર વગેરે માટે કર્યો છે. આ ઉપરાંત કુતિયાણા બેઠક પર સૌથી વધુ ખર્ચ રૂ. 1,34,770 કોંગ્રેસના નાથાભાઈ ઓડેદરાએ કર્યો છે.

જેમાં પેમ્પલેટ અને પત્રિકાના રૂ. 40,000, જમણવારના 6300, ડીઝલના 10,000 ખર્ચ્યા છે. તો સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાએ રૂ. 64,100 નો ખર્ચ કર્યો છે જેમાં ગાડી ભાડાના રૂ. 12,000,નોટરી તથા અન્ય ખર્ચ રૂ. 40,000 દર્શાવ્યો છે. તા. 20/11 સુધીમાં ભાજપ ના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ હજુ સુધી ખર્ચ રજુ કર્યો નથી. કુતિયાણા બેઠક પર 13 ઉમેદવારો માંથી 8 ઉમેદવારો એ કુલ રૂ. 1,43,500નો ખર્ચ રજુ કર્યો છે જયારે પોરબંદર બેઠક ના 11 માંથી 10 ઉમેદવારો એ કુલ રૂ. 9,17,141 ખર્ચ રજુ કર્યો છે

અન્ય સમાચારો પણ છે...