વિધાનસભાની ચૂંટણીમાં આજના ફોર્મ ભરવાના અંતિમ દિવસે પોરબંદરમાંથી ભાજપ અને કોંગ્રસના બંને ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરશે. તાજેતરમાં મોરબીમાં ઘટેલી દુર્ઘટનાને લીધે ભાજપના ઉમેદવાર શાંતીપૂર્વક ઉમેદવારી પત્રક ભરવા જશે. વિધાનસભાની પોરબંદર બેઠક માટે કોંગ્રસ દ્વારા વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અર્જુનભાઇ મોઢવાડીયાને પોરબંદરમાંથી ટીકીટ ફાળવાઇ છે. જયારે કે ભાજપમાંથી અગાઉ કેબીનેટ મંત્રી રહી ચૂકેલા અને પોરબંદર બેઠક પરથી 2017 ની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા બાબુભાઇ બોખીરીયાને ફરી રીપીટ કરાયા છે.
આ બંને ઉમેદવારો આજે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે પોતાના ઉમેદવારી પત્રક ભરશે જેમાં ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું હતું કે મોરબીમાં ઘટેલી ગોજારી દુર્ઘટનાને લીધે તેઓ આજે શાંતિપૂર્વક માત્ર 3 થી 4 લોકોને સાથે રાખી ઉમેદવારી પત્રક ભરવા જશે. ઉમેદવારી પત્રક ભરતી વેળાએ કોઇ રેલી કે મોટી સંખ્યામાં લોકોને બાબુભાઇ બોખીરીયા પોતાના સમર્થનમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે સાથે રાખશે નહીં તેવું તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.