પક્ષી અભ્યારણ્ય:પોરબંદરમાં પક્ષી અભયારણ્ય આકર્ષણનું કેન્દ્ર

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળા દરમ્યાન અનેક પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠશે, અહીં 150 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે

પોરબંદરના હ્રદયસમા વિસ્તારમાં આવેલ પક્ષી અભયારણ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શિયાળા દરમ્યાન અનેક પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠશે. અહી 150 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે. પોરબંદરના હૃદયસમા વિસ્તારમાં આવેલ પક્ષી અભ્યારણ્ય પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

પોરબંદરની મધ્યે આવેલ પક્ષી અભ્યારણ્ય 9.33 હેક્ટરમાં ફેલાયેલ છે. અહી 150થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે. આંતરરાષ્ટ્રીય પક્ષીપ્રેમી મી. પીટર જેકશન 1981 ની સાલમાં પોરબંદરની મુલાકાતે આવ્યા ત્યારે આ સુંદર સ્થળેે આવીને રોમાંચિત બની ઉઠયા હતા અને તેના વિશે પ્રોજેકટ તૈયાર કરીને તાત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીને સુપ્રત કર્યો હતો અને ત્યારબાદ આ જગ્યાએ 1988ની સાલમાં ગુજરાત વનવિભાગે નોટિફીકેશન બહાર પાડી પક્ષી અભ્યારણ્ય તરીકે જાહેર કર્યું હતું અને 1990ની સાલમાં પાલિકા પાસેથી જગ્યા હસ્તગત કરીને તેનો વિકાસ હાથ ધર્યો હતો.

ભારતભરમાં એકમાત્ર પોરબંદરમાં શહેર મધ્યે પક્ષી અભ્યારણ્ય આવેલું છે. અહી ફલેમીંગો પક્ષીઓને અનુકુળ બે ફૂટ જેટલું જ પાણી બચતાં અસંખ્ય ફલેમીંગો પક્ષી જોવા મળે છે. પક્ષી અભ્યારણ્યમાં વિન્ટર વિઝીટર પક્ષીઓ શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેમાં વિદેશી ઉપરાંત સ્થાનિક પક્ષીઓ અને માઈગ્રેટર પક્ષીઓનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રકારના પક્ષીઓને અહીંયા પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે તેમજ વાતાવરણ પણ યોગ્ય હોવાથી કેટલાક પક્ષીઓ અહીંયા જ કાયમી ધોરણે વસી જાય છે. કેટલાક પક્ષીઓ ઋતુ પ્રમાણે અહીંની મુલાકાત લે છે. શિયાળા દરમ્યાન વિદેશી પક્ષીઓનો કલબલાટ ગુંજી ઉઠશે.

પક્ષીઅભ્યારણ્યમાં 86 જાતના પક્ષીઓનો વસવાટ છે
આ પક્ષીઓમાં મોટી ચોટલી ડુબકી, નાની ડૂબકી, ચોટીલી પેણ, ગુલાબી પેણ, મોટો કાજીયો, વચ્ચેટ કાજીયો, નાનો કાજીયો, સર્પ ગ્રીવ, બગલો, બગલી, પીળી ચાંચ ઢાંક, કાંકણસાર, નાનો હંજ, મોટો હંજ, બતક, રાખોડી કારચીયા, નીલ શિર, ગયણો, સિગપર, સંતાકુકડી, જલમુરઘો. ટીટોડી, ગડેરો, તુંતવારી, ગજપાંઉ, કાળી પીઠ ધોમડો, કલકલીયો, દૂધરાજ, સ્વેતનૈયણ, કરકરો, કુંજ, વૈયા, સક્કરખોરો, સુઘરી, દેવચકલી, દૈયડ, દરજીડો, માખીમાર જેવા વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...