પોરબંદરમાંથી ગત તા. 02-05-2022 ના રોજ કોઇ અજાણ્યો ઇસમ મેળા ગ્રાઉન્ડ પાસે પાર્ક કરેલું રૂ. 18000 ની કિંમતનું બાઇક ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતા દિલિપભાઇ રતીલાલ ગોરેચાએ ગત તા. 02-05-2022 ના રોજ રીલાયન્સ ફુવારા થી વીલા તરફ જતા રોડ પર પડતા મેળા ગ્રાઉન્ડના પહેલા ગેઇટની અંદર પોતાનું બાઇક નં. GJ-25-D-1139 પાર્ક કરેલું હતું.
ત્યાંથી રાત્રીના સમયે કોઇ અજાણ્યો ઇસમ આ બાઇક ઉઠાવી જતા દિલિપભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI એ. એ. મકવાણાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.