અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનો નિર્ણય:પડતર માંગણીઓને લઈને પોરબંદર જિલ્લાના સરકારી કર્મચારીઓની બાઈક રેલી, કલેક્ટરને આવેદન પાઠવ્યું

પોરબંદર22 દિવસ પહેલા

જૂની પેન્શન યોજના શરુ કરવા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઇને સરકાર તરફથી કોઇ ઉકેલ નહીં આવતા રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ પોરબંદર તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા પોરબંદર દ્વારા ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડથી લઇને શહેરના મુખ્ય માર્ગો પર થઇ જિલ્લા કલેકટર કચેરી સુધી બાઇક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં સરકાર દ્વારા તેઓની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો ઝોન કક્ષાએ રેલી તેમજ આવેદન અને માસ સીએલ અને પેન ડાઉન સહિતના કાર્યક્રમ આપવામાં આવશે. આમ છતા કોઇ નિરાકરણ નહિ આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનું કર્મચારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

આંદોલન કાર્યક્રમ

 1. 11/09/2022 રાજ્યના ઝોન કક્ષાએ રેલી અને કલેકટરને આવેદન
 2. 17/09/2022 રાજ્યના સમગ્ર કર્મચારીઓની માસ સી.એલ
 3. 22/09/2022 રાજ્યના તમામ કેડરના કર્મચારીઓ દ્વારા પેન ડાઉન
 4. 30/09/2022 સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદ્તની હડતાલ

અમારી મુખ્ય માંગણીઓ

 1. જુની પેન્શન યોજના પુનઃચાલુ કરવા
 2. ફિક્સ પગાર પ્રથા બાબતે સરકારશ્રીએ નામ.સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ spl 14124-14125/2012 પીટીશન પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા મુળ અસરથી બંધ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ મૂળ નિમણૂંકથી તમામ લાભ આપવામાં આવે.
 3. સાતમા પગારપંચના બાકી ભથ્થા તા.10/01/2016ની અસરથી લાગુ કરવામાં આવે.
 4. રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ ગણવી.
 5. શૈક્ષણિક કર્મયારી સિવાયના કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માફક ૧૦,ર૦,૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો
 6. લાભ પગાર મર્યાદા સિવાય આપવો.
 7. 10 લાખની મર્યાદામાં કેશલેસ મેડીક્લેમની મર્યાદા આપવી.
 8. વય નિવૃત્તિ 58 વર્ષથી વધારી ભારત સરકારના કર્મયારીઓ માફક 60 વર્ષ કરવી.
 9. 30મી જુને વય નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઇજાફા સહિત પેન્શનનો લાભ આપવો.
 10. ચાલુ ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં વારસદારને અપાતી ઉચ્ચક નાણાકિય સહાયને બદલે અગાઉની જેમ જ ત્રણ મહિનામાં પુરા પગારમાં રહેમરાહે નોકરી આપવી.
 11. 45 વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપી બઢતી ખને ઉચ્યત્તર પગાર
 12. ધોરણના લાભ આપવા.
 13. પૂર્વસેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60 ટાકીએ મુક્તિની જોગવાઈ દુર કરી, પાસ થવાના 50 ટકા માર્કસના ધોરણને બદલે 40 ટકા કરવામાં ખાવે અને ખાતાકીય પરીક્ષાના પાંય વિષયોના સ્થાને ત્રણ વિષયો રાખવામાં આવે અને અંગ્રેજી વિષયનું પેપર રદ કરી ગુજરાતી વિષયનું પેપર રાખવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...