તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:4 બોટલ દારૂ સાથે બાઈક ચાલક 2 શખ્સ ઝડપાયા

પોરબંદર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજા માઇલના રસ્તા પર પોલીસની કાર્યવાહી
  • રહેણાંક મકાનમાંથી 6 બોટલ મળી આવી

પોરબંદરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ નારાયણ નગરમાં રહેતો ચિરાગ ધનજી વાજા અને ખારવાવાડ માં રહેતો જય ઉર્ફે ફરારી ભીખુ કાણકિયા નામના શખ્સો નંબર વગરના બાઇક પર ત્રીજા માઈલના રસ્તા પરથી પસાર થતા એલસીબીએ તેને અટકાવી તપાસ કરતા આ શખ્સના કબ્જા માંથી વિદેશી દારૂની 4 બોટલ મળી આવતા પોલીસે તેઓને ઝડપી લીધા હતા અને બાઇક સહિત કુલ રૂ. 21,200નો મુદ્દામાલ કબ્જે કરી પુરછપરછ કરતા આ દારૂની બોટલો બોખીરાનો કેવલ ઉર્ફે કેલો કિસા મકવાણા પાસેથી વેચાતો લાવ્યાની કબૂલાત આપી હતી.

જ્યારે ખાપટ વિસ્તારમાં રહેતો મહેશ જેસા ભૂતિયાના મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી પોલીસે વિદેશી દારૂની 6 બોટલ મળી આવતા કુલ રૂ. 2400નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...