તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સોઢાણા પાસે ટ્રક અને બાઇક અથડાતાં પાસ્તરડી ગામના બાઇક ચાલકનું મોત

બગવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રક સાથે મોટરસાઇકલ અથડાઇ હતી.  તસવીર - ધીરૂભાઇ નિમાવત - Divya Bhaskar
ટ્રક સાથે મોટરસાઇકલ અથડાઇ હતી. તસવીર - ધીરૂભાઇ નિમાવત
  • અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છૂટ્યો

પોરબંદર થી અડવાણા જતા રોડ પર આજે સામી સાંજે એક ટ્રક અને મોટરસાઇકલ અથડાતા મોટરસાઇકલ પર સવાર પાસ્તરડી ગામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે પ્રાપ્ત થયેલ પ્રાથમીક વિગત અનુસાર પોરબંદર-અડવાણા રોડ પર સોઢાણા પાસે વાછરા દાદાના મંદિરના પાટીયાના વળાંકમાં આજે સાંજે સાત વાગ્યાના સુમારે એક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બાઇક પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાસ્તરડી ગામના પરબતભાઈ ભુરાભાઈ કોડીયાતર નામના યુવાન નું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત થયા બાદ ટ્રકચાલક નાશી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...