અકસ્માત:હાથલા નજીક કાર હડફેટે બાઇક ચાલક યુવાનનું મોત

બગવદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક ચાલકને કુતરૂં આડે પડતા સર્જાયો હતો અકસ્માત

પોરબંદર નજીક આવેલ હાથલા પાસે કાર હડફેટે બાઇક આવતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં મજીવાણા ગામના યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજયું છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કુણવદરથી હાથલા રોડ ઉપર હાથલા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

કુણવદરથી મજીવાણા ગામનો યુવાન બાઇક લઇને હાથલા તરફ આવી રહ્યો હતો તે સમય દરમિયાન બાઇક આડે હાથલા પાસે અચાનક જ કુતરું આવી ચડયું હતું જેના કારણે મજીવાણા ગામના બાઇક ચાલકે બાઇક પરથી કાબુ ગુમાવતા સામેથી આવી રહેલ કાર સાથે બાઇક અથડાઇ હતી જેથી બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મજીવાણા ગામના યુવાન અરવિંદ જયંતીભાઇ થાનકી ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી આ યુવાનનું મોત નિપજયું હતું. મજીવાણા ગામના યુવાનનું અકસ્માતે મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી.

અન્ય સમાચારો પણ છે...