ક્રાઇમ:300 લીટર દેશીદારૂ સાથે બાઈક ચાલક ઝડપાયો, 3 સામે ફરિયાદ

બગવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક સહિત રૂપિયા 31,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

300 લીટર દેશીદારૂ સાથે બાઈકચાલકને કુલ રૂ. 31,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. બગવદર પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ બકરી ઇદના તહેવાર સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બખરલા ગામ થી બોરીચા જતા રસ્તેથી આદિત્યાણાનો અજા મેરા ગુરગુટીયા નામનો શખ્સ બાઇક પરથી પસાર થતા તેની તપાસ કરતા દેશીદારૂની કોથળીઓ ભરેલ બાચકા નંગ 12, દેશીદારૂ લીટર 300 મળી આવતા આ શખ્સને ઝડપી લીધો હતો

અને GJ-25-H-0005 નં નું બાઇક મળી કુલ રૂા.31,000 નો મુદામાલ કબજે કરી શખ્સની પુરછપરછ કરતા આ દારૂનો જથ્થો આદિત્યાણાનો લાખા ટપુ ગુરગુટીયાએ મોકલેલ અને ઇન્દિરાનગરમાં રહેતો વિક્રમ લખુભાઇ કામરીયાએ મંગાવેલ હોય તેવી કબૂલાત આપતા પોલીસે ત્રણ શખ્સ સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...