આંદોલનની ચિમકી:કુતિયાણામાં ટેકાના ભાવથી લેવાયેલ ચણાની ખરીદીમાં ઓડિયો ક્લિપ સાથે મોટું કૌભાંડ સામે આવ્યું : કોંગ્રેસ

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કૌભાંડ આચારનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ રજુઆત

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા ને કોટડા ગામ ના સરપંચ  પ્રકાશભાઈ સીડીભાઈ મોઢા દ્વારા ચણા ના કૌભાંડ વિશે જાણ કરવામાં આવી હતી, જાણ થતાં ની સાથે જ તેઓ કુતિયાણા દોડી ગયા હતા અને  તમામ માહિતી એકઠી કરી હતી , જેમાં નાથાભાઇ એ જણાવ્યું હતું કે,  મળતી માહિતી મુજબ  3 - 4 આગેવાનો દ્વારા બજાર માંથી નીચી ગુણવતા વાળા ચણા ખરીદી જે ખેડૂતો એ ચણા નું વાવેતર પણ કરેલ ન હતું તેના સાત બાર આઠ નો ઉપયોગ કરી બજાર માંથી ખરીદેલા ચણા ટેકા ના ભાવે ચડાવી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

ખોટા નામ ચડાવેલા ખેડૂતો નું લીસ્ટ અને ઓડિયો ક્લિપ ના પુરાવા સાથે આવેદન પત્ર તૈયાર કરી કુતિયાણાના ખેતીવાડી અધિકારી , પોરબંદર જિલ્લા કલેકટર,  પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી, ગુજકોમસોલ ના  ચેરમેન, કૃષિમંત્રી , વિરોધપક્ષ ના નેતા તેમજ મુખ્યમંત્રી ને નકલ રવાના કરવામાં આવી છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, તાત્કાલિક ખેડૂતો નો ટેકાના ભાવ ની ખરીદી ચાલુ કરવામાં આવે, ચણા ની ખરીદી માં થયેલ કૌભાંડ માટે જવાબદાર અધિકારી તેમજ કૌભાંડ આચરનારાઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવામાં આવે, જો  માંગણીઓ પર ધ્યાન દેવામાં નહિ આવે અને ખેડૂતો ને ન્યાય નહીં મળે તો અમે કોર્ટ નો દરવાજો ખખડાવસુ અને  ઉપવાસ આંદોલન કરશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...