વ્હીલચેર ટુર્નામેન્ટ:ભીમા ખૂંટી ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરશે

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 300થી વધુ વ્હીલચેર ક્રિકેટરો વચ્ચે જામશે જંગ, રાજસ્થાનના ઉદયપુરમાં વિશ્વની મોટી ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે

રાજસ્થાનના ઉદયપુરમા વિશ્વની મોટી ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે જેમાં 300થી વધુ વ્હીલચેર ક્રિકેટરો વચ્ચે જંગ જામશે. પોરબંદરના ભીમા ખૂંટી ફરી એક વખત ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરશે. ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ઉદયપુર જવા રવાના થઈ ચૂકી છે. તા. 27 નવેમ્બર થી તા. 4 ડિસેમ્બર સુધી 16 રાજ્યની વ્હીલચેર ક્રિકેટ ટીમો આમને-સામને ટકરાશે. વિશ્વની મોટામાં મોટી ટી 20 વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદયપુર ખાતે થવા જઈ રહી છે. એક જ ટુર્નામેન્ટમાં 300 થી વધુ વ્હીલચેર ખેલાડીઓ ક્રિકેટ રમતા જોવા મળશે તેવી આ પહેલી ટુર્નામેન્ટ બની જશે.

આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન પોરબંદરના ભીમા ખૂંટીએ જણાવ્યું હતુંકે, વ્હીલચેર ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર 16 રાજ્યની ટીમો અને 300થી વધુ વ્હીલચેર ક્રિકેટરો એકી સાથે અને એકજ જગ્યા રમવા જઈ રહ્યા છે તે એક વિશ્વ રેકોર્ડ બની જશે. ત્યારે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે.

આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ સારું પ્રદર્શન કરીને અવ્વલ નંબરની ટીમ બનશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. વધુમાં ભીમા ખૂંટીએ જણાવ્યું હતું કે આ વખત ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. પારસ કુબાવત ની જગ્યાએ પ્રકાશ ડાંભલિયા ને લેવામાં આવ્યો છે જ્યારે ચંદ્રસિંહ વસાવા ની જગ્યાએ અમદાવાદના અક્ષય શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ જાહેર
પોરબંદરના ભીમા ખૂંટી (કેપ્ટન), મનહર સંગાડા (વાઇસ કેપ્ટન), કલ્પેશ મકવાણા, સંજય બારીયા, (વિકેટકીપર), નિલેશ સોલંકી, અભેસિંહ રાવલ, ભાવેશ રાઠોડ, પ્રકાશ ડાંભલિયા, સંજય મકવાણા, અક્ષય શર્મા, પવન કુમાર, હરિત ગઢવી, લાલા મકવાણા,ચિરાગ મકવાણા (કોચ) છે.

અન્ય સમાચારો પણ છે...