આજે અને આવતીકાલે એટલેકે તા. 4 અને 5 માર્ચ દરમિયાન કોલકાતાના પ્રગતિસિંઘ ગ્રાઉન્ડ પર વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતભરના બેસ્ટ વ્હીલચેર ક્રિકેટરોનુ સિલેક્શન થયું છે. આ ટુર્નામેન્ટનું આયોજન વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં બે ટીમો ભાગ લઈ રહી છે.
આ બંને ટીમોનું સિલેક્શન નેશનલ ટુર્નામેન્ટના પરફોર્મન્સના આધારે કરવામાં આવ્યું છે. જેવી રીતે ઈન્ડિયા એ અને ઇન્ડિયા બી ટીમો રમતી હોય છે તેવી જ રીતે આ ટુર્નામેન્ટમાં એક ટીમનું નામ ઇન્ડીયન ગ્લેડીયેટર્સ તેમજ બીજી ટીમ નું નામ ઇન્ડિયન ફાઇટર્સ રાખવામાં આવ્યું છે. જેમાં ઇન્ડિયન ગ્લેડીયેટર્સ ટીમની કેપ્ટનશીપ ગુજરાતના કેપ્ટન ભીમા ખુંટીના હાથોમાં શોપવામાં આવી છે.
ભીમા ખુંટી પોરબંદરના વતની છે.આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન 2007ની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના બેસ્ટ બોલર આર.પી.સિંહ તેમજ વિનોદ કાંબલી, દિલ્હી કેપિટલ્સ ટીમના સી.ઈ.ઓ ધીરજ મલ્હોત્રા અને ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન સોમજીત સિંહ ઉપસ્થિત રેહશે.
ઇન્ડિયન ગ્લેડીયેટર્સની ટીમના ખેલાડી
ઇન્ડિયન ગ્લેડીયેટર્સની ટીમના ખેલાડીમાં ભીમા ખુંટી (કેપ્ટન) નરેન્દ્ર બરોલીયા, રાજા બાબુ, પોશન ધ્રુવ (કિપર) ઉમેશ કૌશિક, ગોલુ ચૌધરી, અજય યાદવ, કમલ કાંચોલ, અકાર અવસ્થી, સુખવન્ત સિંહ અને દુષ્યંત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.